GSTV

કોહલીને આવી ધોનીની યાદ, DRSને લઇને ઉઠ્યાં સવાલ

Last Updated on September 10, 2018 by Bansari

ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી DRSના મોરચે નિષ્ફળ રહી છે. પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન કોહલીએ 2 ખૂબ જ ખરાબ રિવ્યૂ આપ્યાં, જે પછી દિગ્ગજ ક્રિકેટર તેની નિંદા કરી રહ્યાં છે.

આવી સ્થિતીમાં કોહલી અને ટીમ ઇન્ડિયાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી રહી છે. ધોનીને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ એટલે કે DRSના માસ્ટર કહેવામાં આવે છે.

DRSને ધોની રિવ્યૂ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ જ એવું બન્યું હશે કે આ મામલે ધોનીથી કોઇ ભૂલ થઇ હોય. સામાન્ય રીતે જ્યારે પમ ધોની રિવ્યૂ લે છે ત્યારે અમ્પાયરે પણ પોતાનો નિર્ણય બદલવો પડે છે.

લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં કેપ્ટન કોહલી ધોની રિવ્યૂ સિસ્ટમની ઉપયોગિતા જાણે છે અને દરેક મેચમાં તેનો ભરપૂર લાભ લે છે. વન ડે અને ટી-20 મેચોમાં DRS માટે વિરાટને ધોનીની મદદ લેતા જોવામાં આવ્યો છે. પરંતુ ટેસ્ટ મેચમાં તે ધોનીને મિસ કરી રહ્યો છે કારણ કે કોહલીએ પાંચમી ટેસ્ટમાં બોલીંગ દરમિયાન ચાર રિવ્યૂ ગુમાવ્યાં છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને તો વિરાટને દુનિયાનો સૌથી ખરાબ રિવ્યૂ લેનાર ઠેરવ્યો. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન કોહલીએ 2 ઓવરમાં 2 રિવ્યુ ગુમાવ્યાં.

10મી ઓવર દરમિયાન ટીમ ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાની બોલીંગ પર ઇંગ્લેન્ડના કેટન જેનિંગ્સ સામે એલબીડબલ્યૂ માટે રિવ્યૂ લીધું હતુ. રિપ્લે દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યું કે બોલ ઑફ સ્ટંપની બહાર પિચ થઇ હતી અને ટીવી અમ્પાયરનો નિર્ણય બેટ્સમેનના પક્ષમાં ગયો.

ભારતીય ટીમે બીજુ રિવ્યુ ઇનિંગની 12મી ઓવરમાં જાડેજાના જ બોલ પર લીધું. આ રિવ્યુ કુક સામે અલબીડબલ્યુની અપીલ પર લેવામાં આવ્યું. આ વખતે આ રિવ્યુ પણ નિષ્ફળ રહ્યું. રિપ્લેમાં બોલ ઑફ સ્ટમ્પની બહાર જઇ રહ્યો હચો અને બોલ કુકના પેડ પર ઘણી ઉપરની તરફ હતો.

Related posts

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!