વનડે સીરીઝ હાર્યા પછી હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કોઈપણ સંજોગોમાં ટેસ્ટ સીરીઝ જીતવાનાં મક્કમ નિર્ણયથી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 21 ફ્રેબ્રુઆરીથી શરૂ થવાની મેચ અંગે જરૂરી વાત જણાવી છે.
પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી નું નિવેદન
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે કોઈપણ ટીમ ભારતીય ટીમને હરાવા ઈચ્છે છે, અને ન્યૂઝીલેન્ડ પણ આ કરવા પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરશે. તેમણે ભારતીયટીમનાં પ્રદર્શન અંગે જણાવ્યું કે અમે હવે એ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે કે જ્યાં તમામ ટીમ અમને હરાવાનાં બાબતે વિચારે છે. જો ન્યૂઝીલેન્ડ આવું વિચારે છે તો તેમાં કંઈ અલગ નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ છઠ્ઠા નંબરનાં પાયદાન પર છે.
ભારતીય ટીમ આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર
વિરાટ કોહલીએ આ દરમ્યાન ન્યૂઝીલેન્ડમાં ઈન્ડિયન હાઈ કમીશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે અમે ઈન્ડિયન હાઈ કમીશનને ધન્યવાદ પાઠવીએ છીએ. ઈન્ડિયન હાઈ કમિશનની તરફથી અત્યંત શાનદાર ગત રાત્રી હતી. સમગ્ર ટીમે આ પ્રસંગ દરમ્યાન ઘણા ભારતીયો સાથે મુલાકાત કરી હતી.
ક્રિકેટનાં ત્રણેય ફોરમેટ્સમાં ભારતીય ટીમનાં કેપ્ટન હોવું સરળ નથી
હાલમાંજ કોહલીએ એ વાત પણ જણાવી હતી કે ક્રિકેટનાં ત્રણેય ફોરમેટ્સમાં ભારતીય ટીમનાં કેપ્ટન હોવું સરળ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે હું લગભગ આઠ વર્ષોથી સતત પણે 300 દિવસથી ક્રિકેટ રમી રહ્યો છું. જ્યારે મને એમ પૂછવામાં આવ્યું કે જે ખેલાડીઓને તક મળી નથી રહી તો તેમની કારકિર્દીનું શું થશે? ત્યારે તેમણે જણાવ્યું કે હું આ વિષય પર કંઈ કહેવા માંગતો નથી.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો