GSTV
Home » News » શ્રેણી ગુમાવનાર સુકાનીએ ટોસ હારવામાં પણ બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ

શ્રેણી ગુમાવનાર સુકાનીએ ટોસ હારવામાં પણ બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ

લંડનના ઓવેલ મેદાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડેે 7 વિકેટના ભોગે 198 રન બનાવ્યા છે. આ ટેસ્ટ સિરીઝ અત્યંત રોમાંચક બની રહી છે ત્યારે ઘણી રસપ્રદ ઘટનાઓ ઘટી રહી છે.જેમાં ટોસ જીતવાનો એક રસપ્રદ બનાવ બન્યો છે.

આ મેચમાં ટોસ જીતવાની સાથે જ ઇંગ્લેન્ડના સુકાની જો રુટે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં બધી મેચમાં ટોસ જીતનાર ઇંગ્લેન્ડનો પ્રથમ સુકાની બન્યો છે. જ્યારે વિરાટ કોહલી પાંચ મેચની શ્રેણીમાં બધા ટોસ હારનાર ભારતનો ત્રીજો સુકાની બન્યો છે.આ પહેલા વેસ્ટ ઇન્ડીઝના જોન ગોડાર્ડ અને ક્લાઇવ લોઇડે ભારત સામે પાંચ મેચની શ્રેણીમાં બધી મેચમાં ટોસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ગોડાર્ડે 1948-49માં ભારતમાં અને લોઇડે 1982-83માં વેસ્ટ ઇન્ડીઝમાં આમ કર્યું હતું.

20 વર્ષ પછી કોઈ સુકાની પાંચ મેચની શ્રેણીમાં બધાય ટોસ જીતવા સફળ રહ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલરે 1998-99માં ઇંગ્લેન્ડ સામે એશિઝમાં બધીય પાંચ મેચમાં ટોસ જીત્યો હતો. ટીમ ઇન્ડિયાનો સુકાની વિરાટ કોહલી પાંચ મેચની શ્રેણીમાં બધા ટોસ હારનાર ભારતનો ત્રીજો સુકાની બન્યો છે. આ અણગમતો રેકોર્ડ પ્રથમ વખત ભારતના લાલા અમરનાથના નામે નોધાયો હતો. જે વેસ્ટ ઇન્ડીઝ સામે 1948-49માં બધીય પાંચ ટેસ્ટમાં ટોસ હાર્યા હતા. આ પછી 1982-83માં કપિલ દેવે વેસ્ટ ઇન્ડીઝ સામે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ટાઇગર પટૌડી ભારતના એકમાત્ર સુકાની છે જેમણે પાંચ મેચની શ્રેણીમાં બધાય ટોસ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. પટૌડીએ 1963-64માં ઇંગ્લેન્ડ સામે આવી સિદ્ધિ મેળવી હતી.

Related posts

આદુ ખાઈને પાછળ પડી ગયો હતો છોકરો નજીક આવીને એવું બબડતો….

Bansari

ભાજપે મહારાષ્ટ્રમાં પડદા પાછળ સરકાર બનાવવાનું કરી દીધું છે શરૂ, સત્તત ત્રણ દિવસ સુધી કરશે આ કામ

Mayur

IPLથી જ છવાયેલી હતી દીપક ચાહરની મોડલ બહેન, ભાઈની હેટ્રિક પર કહી આ મોટી વાત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!