GSTV

વિરાટ કોહલીએ વન ડે મેચમાં આ ખેલાડીના કર્યો વખાણ, જાણો એવું તો શું કહ્યું

Last Updated on July 14, 2018 by

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વન ડે મેચમાં ઈંગ્લેન્ડ સામે આઠ વિકેટે જીત બાદ ચાઇનામેન બોલર કુલદીપ યાદવની જોરદાર પ્રશંસા કરી હતી. કુલદીપે પોતાની વન ડે કરિયરની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી.

કુલદીપ ઈંગ્લેન્ડની ધરતી પર છ વિકેટ ઝડપનારો પ્રથમ સ્પિનર બની ગયો છે. મેચ પૂરી થયા બાદ કુલદીપની પ્રશંસા કરતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ”અમે સારું પ્રદર્શન કર્યું. કુલદીપની બોલિંગ શાનદાર હતી. મને નથી લાગતું કે પાછલા થોડા સમયમાં આનાથી વધુ સારો વન ડે સ્પેલ મેં જોયો હોય.

અમે ઇચ્છતા હતા કે તે આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરે, કારણ કે અમે જાણતા હતા કે તે મેચ વિનર બની શકે તેમ છે. ૫૦ ઓવરના ક્રિકેટમાં જો તમે વિકેટ હાંસલ ના કરી શકો તો ઘણી મુશ્કેલી સર્જાય છે.”

ટેસ્ટ ટીમમાં કુલદીપને સ્થાન મળવા અંગે પૂછવામાં આવતા વિરાટે કહ્યું, ”ટેસ્ટમાં કેટલાંક ચોંકાવનારાં નામ હોઈ શકે છે. ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં હજુ થોડા દિવસનો સમય છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોને સંઘર્ષ કરતા જોઈને અમે એવું કરવા લલચાઈ શકીએ છીએ. હવામાન બહુ જ સારું છે. એવું નથી લાગતું કે અમે ઘરથી બહુ દૂર છીએ.”

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!