GSTV

રાહુલનું બહાર જવું દુર્ભાગ્યપૂર્ણ, ઑપનિંગને લઇને નહી કરીએ એક્સપરિમેન્ટ – કોહલી

શ્રીલંકાના પ્રવાસ ગયેલી ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત બુધવાર (26 જૂલાઇ)ના ગૉલ ટેસ્ટથી કરશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ પર 3 ટેસ્ટ, 5 વન ડે અને 1 T-20 મેચ રમશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ગૉલ ટેસ્ટ પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે, 2 વર્ષ બાદ અહીંયા આવવું એકદમ અલગ છે. 2015 સીરિઝ અમારા માટ મહત્વપૂર્ણ હતી, કેમકે અમારા માટે એક ટીમના રૂપમાં મળીને જીતવું મહત્વપૂર્ણ હતુ.

ગૉલ ટેસ્ટમાંથી કે.એલ.રાહુલ તાવ આવવાને કારણે બહાર છે. જે પર કોહલીએ કહ્યુ કે, કે.એલ દુર્ભાગ્યશાળી રહ્યો કેમકે તેણે ફ્લૂ થઇ ગયો છે. તેની તબિયત વધારે ખરાબ નથી. પરંતુ તે પહેલી ટેસ્ટ નહી રમી શકે. તેને ઠીક થતા થોડા દિવસો લાગશે. તે એક શાનદાર પ્લેયર છે અને છેલ્લા વર્ષોથી અમારા માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં સારુ પરફૉર્મન્સ આપ્યુ છે.

રાહુલની ગેરહાજરી પછી રોહિત શર્માના ઑપનિંગને લઇને સવાલ પર કોહલીએ કહ્યુ કે, રોહિતે ક્યારે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરી નથી. અમે આ સમયે કોઇ એક્સપરિમેન્ટ નથી કરવા ઇચ્છતા. અમારી પાસે ટીમમાં ટેસ્ટ સ્પેશાલિસ્ટ ઑપનર છે જે ઇંનિગની શરૂઆત કરશે.

કોહલીએ આગળ કહ્યુ કે, છેલ્લા કેટલાય સમયથી અમે જીતના કલ્ચર ટીમમાં બનાવવા માટે સફળ થયા છીએ. એક વિશેષ રીતે ટ્રેનિંગ લેવાની, મેચના વિશે વિશેષ રીતે સમજવાનું અમે શીખ્યુ છે. એક વિશેષ તરીતે એક ટીમના રૂપમાં રમવાનું અમે શીખ્યુ છે. અમે એક ટીમના રૂપે સતત સારું પરફૉર્મન્સ આપીને એક સારો બેઝ બનાવ્યો છે. અમે ક્યાંય પણ ક્રિકેટ રમીએ, પરંતુ સતત સારું ક્રિકેટ રમવા ઇચ્છીએ છીએ. આ કારણે હાલમાં રેંકિગમાં ટૉપ પર છીએ. અમને ખબર છે અમારે શું કરવાનું છે અને અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ.

Related posts

ટીમના પ્રદર્શનથી ખુશ થયેલી પ્રીતિ ઝિન્ટાએ સ્ટેડિયમના નિયમો તોડી નાખ્યા

Ankita Trada

વિરાટ કોહલીને પીએમ મોદીનો સવાલ, યો-યો ટેસ્ટ શું છે …

Mansi Patel

અશ્વિન અંગે પ્રેક્ટિસ બાદ જ નિર્ણય લેવાશે, દિલ્હી કેપિટલ્સના કોચ કૈફનો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!