GSTV

VIDEO: વિરાટ કોહલીનો આ કેચ જોઈને સ્ટેડિયમનાં લોકો ઉભા થઈને બૂમો પાડવા લાગ્યાં

Last Updated on April 20, 2019 by

મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીએ સદી માર્યા બાદ મેદાનમાં પોતાનું જબરજસ્ત પ્રદર્ષન બતાવતાં RCBને ત્રણ વિકેટ લેવામાં પણ મદદ કરી છે. 30 વર્ષના કોહલીએ બે કેચ તો પકડ્યા જ સાથે-સાથે એક રન આઉટ પણ કર્યો. નીતીશ રાણા (નોટ આઉટ 85, 46 બોલમાં) અને આંદ્રે રસેલ (65 રન, 25 બોલમાં જબરજસ્ત) બેટિંગ બાદ પણ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) એ આઈપીએલના 12મા સંસ્કરણની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 10 રને હરાવી. બેંગલુરૂની નવ મેચોમાં આ બીજી જીત છે, જ્યારે કેકેઆરને આ સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. તેમની નવ મેચોમાં આ કુલ પાંચમી હાર છે.

શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતાની ટીમ 214 રનના લક્ષ્યનો પીછો કરતાં નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 203 જ રન બનાવી શકી. આની સાથે જ, બેંગલુરૂની આગળના સ્ટેજમાં પહોંચવાની આશા જીવંત રહી છે. કેપ્ટન વિરાટ કોહલીની આઇપીએલમાં પાંચમી સદી અને મોઇન અલીની નબરજસ્ત બેટિંગની મદદથી RCB તેની ધીમી શરૂઆતમાંથી બહાર નીકળી 213/4નો મોટો સ્કોર કરી શકી. કોહલીએ 58 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા છે. મોઇન અલીએ માત્ર 28 દડામાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા.

‘મેન ઓફ ધ મેચ’ કોહલીએ સદી માર્યા બાદ ફિલ્ડ પર પણ પોતાનું ધમાકેદાર પ્રદર્ષન બતાવતાં RCBને ત્રણ વિકેટ લેવામાં મદદ કરી. કોહલીને પાંચમી ઓવરના છેલ્લા બોલમાં શભમન ગિલ (9) નો જબરજસ્ત કેચ પકડ્યો. તે આ સીઝનની પહેલી જ મેચ રમી રહ્યો હતો. આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના બોલ પર શુભમનનો શૉટ મિડ ઓફની ઉપરથી નીકળ્યો હતો.

એક સમયે તો એવું જ લાગ્યું હતું કે, કોહલી આ કેચ નહીં પકડી શકે, પરંતુ તેમણે પ્રયત્ન ન છોડ્યો અને પાછળ દોડતાં, છેવટે બીજા પ્રયત્નમાં કેચ હાથમાં લઈ જ લીધો. આ દરમિયાન તે પડતાં-પડતાં બચ્યો. ત્યારબાદ બધા જ ખેલાડીઓ તેને અભિનંદન આપવા પહોંચ્યા. ડેન સ્ટેને પણ બીજી વિકેટની ખુશી વ્યક્ત કરી. મજાની વાત તો એ છે કે, સ્ટેનની બંને વિકેટના કેચ કોહલીએ પકડ્યા. આ પહેલાં કોહલીએ ક્રિસ લિન (1)નો કેચ પકડ્યો હતો.

READ ALSO

Related posts

વાઇરલ વિડીયો / રિંછે અનોખી રીતે ખાધુ કોળુ, સોશિયલ મીડિયામાં છવાઈ ગયો વીડિયો

Vishvesh Dave

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!