GSTV
Home » News » INDvAUS: DRSથી નારાજ થયો કોહલી, ગ્રાઉન્ડ પર જ આવું બોલી ગયો

INDvAUS: DRSથી નારાજ થયો કોહલી, ગ્રાઉન્ડ પર જ આવું બોલી ગયો

virat kohli

મોહાલીમાં રમાયેલી 5 વન ડે સીરીઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું. મેન ઑફ ધ મેચ રહેલા ટર્નરે 43 બોલમાં 84 રનોની જોરદાર ઈનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ એશ્ટન ટર્નર સામે DRS અપીલના નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી છે.

India in Mohali ODI

 ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ દરમિયાન 44માં ઓવરમાં જ્યારે યુઝવેન્દ્ર ચહલ બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ટર્નર શોટ રમવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો અને વિકેટની પાછળ વિકેટકીપર ઋષભ પંતે બોલ કેચ કરી સ્ટમ્પિંગ કર્યું હતું. પંતે કેચ માટે અપીલ કરી હતી ત્યારે સ્ક્વેઅર લેગ એમ્પાયરે સ્ટમ્પિંગ માટે ત્રીજા એમ્પાયરની મદદ લીધી હતી.

રિવ્યૂમાં સાફ થયું કે ટર્નરનો પગ ક્રિઝની અંદર હતો તેથી તેઓ સ્ટમ્પિંગમાં તો નોટ આઉટ હતો. પરંતુ કેચની વાત કરીએ તો રિવ્યૂમાં દેખાયું કે બોલ જ્યારે બેટથી આગળ નીકળ્યો તેના પછી સ્પાઇક આવી. એમ્પાયરે તેને વાઇડ બોલ આપી હતી. ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી મોટી સ્ક્રીન પર આ જોઈને નિરાશ થયા હતા.

મેચ બાદ કહોલીએ કહ્યું કે,‘ ડીઆરએસ અમારા માટે આશ્ચર્ય સમાન રહ્યું. લગભગ દરેક મેચ બાદ આ વિશે ચર્ચા થવા લાગી છે. ડીઆરએસના પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ નજરે આવી રહ્યો છે. તે મેચ માટે ઘણો મહત્વપૂર્ણ ક્ષણ હતો.’

તમને બતાવી દઈએ કે આ પહેલા રાંચીના મેચમાં પણ DRSમાં ભૂલ સામે આવી હતી. ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફિન્ચના આઉટ થયા બાદ બોલ-ટ્રેકિંગ વિવાદ સર્જાયો હતો. જ્યાં કુલદીપ યાદવની બોલ લેગ સ્ટંપની લાઇનમાં દેખાઈ રહી હતી. ત્યારે DRS બોલ ટ્રેકિંગમાં દેખાયું કે બોલ મિડલ અને લેગ સ્ટંપની વચ્ચે લાગે છે. જોકે ફિંચ આ બન્ને સ્થિતિઓમાં આઉટ હતા. પરંતુ આ ભૂલ સામે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ શેન વોર્ન અને માર્ક વોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાન દોર્યું હતું.

જણાવી દઇએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન-ડે મેચોની શ્રેણીની ચોથી મેચ મોહાલીમાં રમાઈ. આ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને 4 વિકેટથી હરાવીને સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ભારત તરફથી 359 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 47.5 ઓવરમાં જ જરૂરી રન બનાવ્યાં હતાં.

ભારતે શિખર ધવન (143) અને રોહિત શર્મા (95) ની મદદથી 9 વિકેટ ગુમાવીને 358 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મેદાનમાં ઉતરેલી મહેમાન ટીમના બે વિકેટ જલ્દી પડી ગયા, પરંતુ પીટર હેન્ડ્સકૉમ્બ (117) અને ઉસ્માન ખ્વાજા (91)ની વચ્ચે  થયેલી 192 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયન ટીમનું નાક કપાતા બચી ગયું. બાદમાં એશ્ટન ટર્નર (43 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 84 રન)ની તોફાની ઈનિંગથી મેચની દિશા બદલાઈ ગઇ અને ભારતીય ટીમ હારી ગઈ.

Read Also

Related posts

મુકેશ અંબાણીના પુત્રમાં શક્ય હતી આ વાતો, બીજા તો સપનામાં પણ ના વિચારી શકે

Path Shah

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

વરૂણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’ની ઊડી મજાક, મીમ્સ વાયરલ

Bansari