GSTV
Home » News » કોહલી ક્રિકેટની દુનિયાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે : આ મહાન ક્રિકેટરે વિરાટના કર્યા ભારોભાર વખાણ

કોહલી ક્રિકેટની દુનિયાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે : આ મહાન ક્રિકેટરે વિરાટના કર્યા ભારોભાર વખાણ

વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનું માનવું છે કે વિરાટ કોહલી ખેલ પ્રત્યે પોતાના સમર્પણના મામલે સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જેવો છે, જ્યારે કેએલ રાહુલ પણ પ્રતિભાના મામલે ભારતીય કેપ્ટનની સમકક્ષ જ છે. ક્રિકેટના મહાન બેટ્સમેનમાંથી  એક લારાએ જણાવ્યું કે બેટિંગને ‘અવિશ્વસનીય સ્તર’ પર લઇ જવા માટે પોતાની પ્રતિભા નિખારવાના કોહલીના અંદાજના તે ચાહક છે.

તેમણે કહ્યું કે, આ વિરાટની તૈયારી ઉપરાંત ક્રિકેટ પ્રત્યે તેમના અસાધારણ સમર્પણની પણ વાત છે. મને નથી લાગતું કે તે કેએલ રાહુલ કે રોહિત શર્માથી વધુ પ્રતિભાશાળી છે પરંતુ પોતાનીજાતને તૈયાર કરવાનું સમર્પણ તેને બધાથી અલગ તારે છે. તે ક્રિકેટની દુનિયાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, તેની ફિટનેસનું સ્તર અને માનસિક દ્રઢતા અવિશ્વસનીય છે. ટેસ્ટ ક્રિકેટમાં 12 હજારની આસપાસ રન બનાવી ચુકેલા લારાએ કહ્યું કે કોહલી કોઇપણ યુગની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવશે, પછી તે ક્વાઇવ લાયડના સ્તરની અપરાજેય ટીમ હોય કે સર ડોન બ્રેડમેનની 1948ની વિશ્વ વિજેતા ટીમ.

લારાએ જણાવ્યું કે, તેનું બેટિંગ કૌશલ્ય અવિશ્વસનીય છે. તેને કોઇપણ દૌરની ટીમમાંથી બહાર ન રાખી શકાય. ખેલના તમામ ફોર્મેટમાં જેની એવરેજ 50 હોય, તે અવિશ્વસનીય જ હશે. લારાએ ઇંગ્લેન્ડના હરફનમૌલા બેન સ્ટોક્સના પણ વખાણ કર્યા, જેણે વર્લ્ડ કપ અને એશેઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ.

તેણે હેડિંગ્લેમાં એશેઝ ટેસ્ટમાં સ્ટોક્સની 135 રનની અણનમ ઇનિંગ વિશે કહ્યું કે, તે અસાધારણ ઇનિંગ હતી. તેને ફક્ત તે ઇનિંગનો જ નહી પરંતુ વર્લ્ડ કપ ફાઇનલમાં 84 રનની અણનમ ઇનિંગનો પણ શ્રેય આપવો જોઇએ. તેના થોડા સમય પહેલાં જ તેણે ખરાબ દોર જોયો હતો અને તેમાંથી બહાર આવીને એક મજબૂત ક્રિકેટર તરીકે તેણે વાપસી કરી.

Read Also

Related posts

આ હૉટ મોડેલને ગિફ્ટની લાલચ આપી ભારતીયએ કરી એવી હરકત, આવ્યો લાફો ખાવાનો વારો

Bansari

વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાત સરકારનું દેવું આંચકાજનક : અબકી બાર 2.40 લાખ કરોડને પાર

Mayur

મોદીની ‘મન કી બાત’ જેવો કાર્યક્રમ કરવો પ્રશાંત કિશોરને પડી ગયો ભારે, આખો શો આ વ્યક્તિના વિચારની કોપી નીકળ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!