GSTV
Home » News » ‘કોહલી ક્રિકેટના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન’, આ ઓલરાઉન્ડરને સચિન નહીં પણ વિરાટ ચઢિયાતો લાગે છે

‘કોહલી ક્રિકેટના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન’, આ ઓલરાઉન્ડરને સચિન નહીં પણ વિરાટ ચઢિયાતો લાગે છે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને આઇસીસી વર્લ્ડકપ -૨૦૧૯ના બ્રાન્ડ એમ્બેસેડર એન્ડ્રુ ફ્લિન્ટોફે ભારતીય ટીમના કેપ્ટન કોહલીના ભારોભાર વખાણ કરતાં કહ્યું હતુ કે, કોહલી લેજન્ડરી સુપરસ્ટાર તેંડુલકર કરતાં પણ કોહલી ચઢિયાતો બેટ્સમેન છે. ફ્લિન્ટોફે આ અંગે જણાવ્યું હતુ કે, એક તબક્કે તો હું વિચારતો હતો કે, તેંડુલકર એટલો મહાન ખેલાડી છે કે, તેની તુલના અન્ય કોઈની સાથે થાય તેની શક્યતા જ નથી. જોકે લોકો હવે તેની તુલના કોહલી સાથે કરી રહ્યા છે, જે કોહલીની મહાનતાનું પ્રમાણ છે.

ફ્લિન્ટોફે તો કોહલીએ ક્રિકેટના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડરને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, નિખાલસતાથી કહું તો કોહલી સંભવતઃ ક્રિકેટના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. કદાચ સચિન તેંડુલકર કરતાં પણ ચઢિયાતો છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહતુ કે, કોઈ ખેલાડી એવો પણ આવશે કે જેની તુલના સચિનની સાથે થશે. ફ્લિન્ટોફે આશા વ્યક્ત કરી કે, કોહલી આગામી વર્લ્ડકપમાં તેનું શાનદાર ફોર્મ જારી રાખી શકે, જેથી ક્રિકેટ ચાહકોને યાદગાર ઈનિંગ્સ જોવા મળે.

તેણે ઊમેર્યું કે, મને પણ કોહલીની ઈનિંગ જોવી ખુબ જ ગમે છે. આશા રાખીએ કે, આગામી વર્લ્ડકપમાં તેની ઝંઝાવાતી બેટીંગ જોવા મળે. તેની બેટીંગ જોવી એ કોઈ પણ ક્રિકેટ ચાહક માટે યાદગાર પળો બની રહે છે.

હાર્દિક અને જાડેજાથી ફ્લિન્ટોફ પ્રભાવિત

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ફ્લિન્ટોફે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર્સ હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, હાર્દિકમાં મેચ વિનરની પ્રતિભા છે. મને લાગે છે કે, હાર્દિકને તેની પ્રતિભા પ્રમાણે સન્માન મળી શક્યું નથી, પણ તે દિમાગને ઠંડુ રાખે છે અને આવા ખેલાડીઓ રનચેઝ વખતે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. વર્લ્ડકપમાં તેનો જાદુ જોવા મળશે.

જાડેજા અંગે તેણે કહ્યું કે, તેનું વ્યક્તિત્વ એવું છે કે, જેનાથી ટીમ ઈન્ડિયામાં જોશ અને જુસ્સો જાગે છે. મને આ પ્રકારના ખેલાડીઓ ખૂબ જ ગમે છે. ટીમનો મદાર મોટાભાગે મજબૂત પ્રતિભાઓ પર ટકેલો હોય છે અને જાડેજાનો સમાવેશ તેમાં થાય છે. વર્લ્ડકપમાં તેના પર બધાની નજર રહેશે.

ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા ફેવરિટ

યજમાન ઈંગ્લેન્ડની સાથે ભારત અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણાવતા ફ્લિન્ટોફે ઊમેર્યું કે, હોમ એડવાન્ટેજને નજરઅંદાજ ન કરી શકાય. ઈંગ્લેન્ડની ટીમ ઘણી મજબુત છે અને હોમગ્રાઉન્ડ પર રમાઈ રહેલા વર્લ્ડકપનો ફાયદો તેમને મળશે તે નક્કી છે. ભારતની દાવેદારીને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ભારત પાસે દિગ્ગજ ખેલાડીઓ છે, તેમજ યુવા પ્રતિભાઓ પણ ભરપૂર છે. ભારત આગામી વર્લ્ડકપમાં ઝંઝાવાત જગાવી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મુશ્કેલીમાં જણાઈ રહી છે, પણ તેને ક્યારેય નજરઅંદાજ કરી ન શકાય.

તેંડુલકર વિ. કોહલી

કોહલીએ અત્યાર સુધી ૬૬ સદી ફટકારી છે અને ૨૪,૦૦૦ થી વધુ રન ફટકાર્યા નથી. આમ છતાં તે તેંડુલકરની ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી અને ૩૩,૦૦૦થી વધુ રન કરતાં ક્યાંય પાછળ છે. આમ છતાં કોહલીની સામે હજુ લાંબી કારકિર્દી પડી છે. તેની રનની ગતિ જોતા આગામી દિવસોમાં તે તેંડુલકરથી આગળ નીકળી જાય તો નવાઈ નહી.

૩૦ વર્ષની ઉંમરે બંને દિગ્ગજોની તુલના કરીએ તો કોહલી તેંડુલકર કરતાં ચઢિયાતો સાબિત થાય છે. વન ડેના રનચેઝમાં કોહલીએ ૮૪ મેચોમાં ૨૧ સદી ફટકારવાની સાથે ૫,૦૦૦થી વધુ રન ફટકાર્યા છે. જ્યારે તેંડુલકરે રનચેઝની ૧૨૭ વન ડેમાં ૧૪ સદી ફટકારી હતી અને તેના રન ૫,૦૦૦થી વધુ હતા. નોંધપાત્ર છે કે, તેંડુલકરે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ મેળવ્યાના આશરે છ વર્ષ બાદ ઈનિંગ્સનો પ્રારંભ કરવાની શરુઆત કરી હતી. તે પહેલા તેને મીડલ ઓર્ડરમાં તક મળતી અને તે ઓછી ઓવરો રમવા મળતી.

Read Also

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!