ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી બુધવારે હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાનાં નામે કરવા માટે મેદાન પર ઉતરશે. વિરાટ કોહલી જો આ મેચમાં 25 રન બનાવી લે છે તો તેઓ ભારતીય ટીમનાં કેપ્ટન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીથી આગળ નિકળી જશે.

કોહલી આ સમયે ટી-20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવવાળા બેટ્સમેનોની લિસ્ટમાં ચોથા નંબર પર છે. ત્યારે ધોનીની વાત કરીએ તો 112 રનો સાથે ત્રીજા નંબરે, ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સન 1148 રનો સાથે દ્ધિતીય અને દક્ષિણ આફ્રિકાનાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 1273 રનો સાથી ટોચની એટલે કે પ્રથમ સ્થાન પર છે.
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર કેપ્ટન

- ફાફ ડુપ્લેસિસ- 1273
- કેન વિલિયમ્સન- 1148
- મહેન્દ્ર સિંહ ધોની- 1112
- વિરાટ કોહલી – 1088
ટી 20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

- વિરાટ કોહલી- 2745
- રોહિત શર્મા- 2648
- માર્ટિન ગપ્ટિલ- 2499
- શોએબ મલિક- 2321
- બ્રેંડન મૈક્કુલમ- 2140
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝનો ત્રીજો મુકાબલો હોમિલ્ટનનાં સેડોન પાર્કમાં રમાશે. ભારત જો ત્રીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ જીતી લે છે, તો ટીમ ન્યૂઝીલેન્ડની ધરતી પર ઈતિહાસ રચશે. આ મેચની જીત સાથે ભારત પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવીઝ વિરુદ્ધ દ્ધિપક્ષીય ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝ ફતેહ કરી લેશે.
READ ALSO
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ