કોહલીએ ટૉસ વખતે કરી એવી હરકત કે ભડકી ઉઠ્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ચાર ટેસ્ટ મેચની સીરીઝ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે પ્રેક્ટિસ મેચ માટે ટૉસ વખતે હાફ પેન્ટ પહેરવા બદલ ક્રિકેટ પ્રશંસકોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાર દિવસીય મેચની શરૂઆતના દિવસે વરસાદે ખલેલ પાડી હતી. જો કે તેને પ્રથમ શ્રેણીનો દરજ્જો આપવામાં નથી આવ્યો. બીસીસીઆઇના ટ્વિટર હેન્ડલ પર ટૉસ દરમિયાનની એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે જેમાં કૉલી ટૉસ સમયે સીએ ઇલેવનના કેપ્ટન સેમ વાઇટમેન સાથે શૉર્ટસમાં જોવા મળી રહ્યો છે.

એક યુઝરે લખ્યું કે, આ શરમજનક અને અપમાનજનક છે. એક સમય હતો જ્યારે કેપ્ટન ટૉસ સમયે બ્લેઝર પહેરતાં હતા. આ વર્તણુંક શરમજનક છે.

પ્રશંસકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કોહલીના આ પગલાની આલોચના કરતા તેને અપમાનજનક ગણાવ્યું છે. એક યુઝરે તો તેનો પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવાસ્કરે આ વર્ષની શરૂઆતમાં એશિયા કપમાં પાકિસ્તાન સામે ઓપનિંગ બેટ્સમેન ફખર જમાનની આલોચના કરી હતી કારણ કે તેણે તેની કેપ યોગ્ય રીતે પહેરી ન હતી.

અન્ય એક યુઝરે લખ્યું કે, વિરાટ કોહલીનું આ ખરાબ વલણ દર્શાવે છે કે તે આ વારસાનું સન્માન નથી કરતો કે બીસીસીઆઇ, આઇસીસી અને અન્ય ક્રિકેટ સભ્યો તેના વિશે શું વિચારે છે. સુનીલ ગાવાસ્કરે પાકિસ્તાનના એક ખેલાડીની આલોચના કરી હતી તો વિરાટ કોહલી શું દર્શાવવા માગે છે.

અન્ય એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ ટૉસ વખતે હાફ પેન્ટ પહેર્યુ હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter