GSTV

VIDEO: વિરાટ કોહલીના અદભૂત ડાન્સ મૂવ્સ, બોલિવૂડ એક્ટર્સ પણ થઈ જશે ફેલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2020માં સારું પ્રદર્શન કરી રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી આઠ મેચમાંથી બેંગ્લોર પાંચ મેચ જીતી ગયું છે. વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી આરસીબીને અગાઉની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આઠ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બેંગલોર પાસે પ્લે-ઓફમાં પોતાની જગ્યા બનાવવાની સારી તક છે.

કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં ટોસ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.

પંજાબ સામેની આ મેચ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ તેના કેટલાક ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા. મેચ પહેલાના પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી મસ્તીમાં તેના કેટલાક ડાન્સ મૂવ્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં  ફેન્સ આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને જુદા જુદા ગીતો સાથે તેના ડાન્સ મૂવ પોસ્ટ કરી રહ્યા છે.

રોયલ

વિરાટ કોહલીએ વર્તમાન સિઝનમાં 8 મેચમાં કુલ 304 રન બનાવ્યા છે અને હાલમાં તે તેની ટીમ માટે ટોચનો સ્કોરર છે. તેણે અત્યાર સુધી 2 અડધી સદી ફટકારી છે, જેમાં 90 રનની અણનમ ઇનિંગ્સનો સમાવેશ પણ થાય છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!