GSTV
Home » News » સૌથી સફળ કેપ્ટન બનવાથી ફક્ત 3 ડગલા દૂર છે કોહલી, જોખમમાં મુકાયો ધોનીનો આ રેકોર્ડ

સૌથી સફળ કેપ્ટન બનવાથી ફક્ત 3 ડગલા દૂર છે કોહલી, જોખમમાં મુકાયો ધોનીનો આ રેકોર્ડ

એડિલેડ ક્રિકેટના મહાનતમ બેટ્સમેન ડૉન બ્રેડમેનનું શહેર છે. ક્રિકેટના હાલના બ્રેડમેન કોહલી છે. એડિલેડમાં બેટ્સમેન તરીકે કોહલીના અદ્ભૂત રેકોર્ડઝ છે. હવે એક કેપ્ટન તરીકે પણ તેણે અહી જીત હાંસેલ કરી લીધી છે. પરંતુ એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 31 રનની જીત બાદ એક સવાલ ઉભો થયો છે કે શું વિરાટ કોહલી ભારતનો બેસ્ટ ટેસ્ટ કેપ્ટન બની જશે?


વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાની સૌથી સફળ કેપ્ટન બનવા માટે માત્ર 3 જીતની જરૂર છે. જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ હાલમાં ચાલી રહેલી સીરિઝમાં ટીમ ઓ ક્લિન સ્વિપ કરવામાં સફળ રહે તો, મહેન્દ્ર સિંહ ધોનીને છોડીને કેપ્ટન્સીમાં નંબર 1 બની જશે. વિશ્વના નંબર 1 બેટ્સમેન વિરાટ કોહલીને કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 43 ટેસ્ટ મેચ રમી, જેમાંથી 25માં જીત મેળવી. બાકીની મેચમાં 9માં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો, તો બાકીની 9 મેચ ડ્રો રહી.

અત્યાર સુધી ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન ધોની છે, જેના નામ પર 60 મેચમાંથી 27 મેચની જીત દાખલ છે, એટલે કે કોહલીને તેની બરાબરી કરવા માટે માત્ર બે જીતની જરૂર છે. એડિલેડ ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ ચાર મેચની સીરિઝની શાનદાર શરૂઆત કરી છે અને એવામાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની જમીન પર સીરિઝ જીતવાની સંભાવના વધી ગઇ છે.

વિરાટ કોહલી સૌથી સફળ ભારતીય કેપ્ટન બનતા પહેલા વિદેશોમાં સૌથી વધારે જીત મેળવનારો ભારતીય કેપ્ટન બની શકે છે. હાલમાં આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામ પર છે , જેમના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વિદેશી જમીન પર સર્વાધિક 11 ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે કોહલીએ 10 ટેસ્ટ મેચ જીતની સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે.

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં સર્વાધિક પાંચ, જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં 2 મેચ જીતી. આ સિવાય તેની કેપ્ટન્સીમાં ટીમ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 1-1 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયામાં મેચ જીતનાર તે 5મો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે. બિશન સિંહ બેદીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 2 મેચ જીતી, જ્યારે સુનીલ ગવાસ્કર, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલેની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાઓ ઓસ્ટ્રેલિયામાં 1-1 મેચ જીતી છે.

વિરાટ કોહલી જો ઓસ્ટ્રેલિયામાં સફળ ભારતીય કેપ્ટન ના બની શકે , તો પણ 2019માં તે આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. FTP અનુસાર, ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 2019માં કુલ 8 મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયાને માર્ચમાં ઝિમ્બાબ્વેમાં એક ટેસ્ટ મેચ રમવાની છે અને પછી ઇંગ્લેન્ડમાં જૂનમાં થનારા વર્લ્ડ કપ પછી જૂલાઇમાં 2 ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર જવાનું છે, જે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાની પહેલી સીરિઝ હશે. ભારત આગામી વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકામાં 3 અને બાંગ્લાદેશમાં 2 મેચ માટે મેજબાની કરશે.

જોકે વિરાટ કોહલી વર્લ્ડના સૌથી સફળ કેપ્ટન બનવા માટે રાહ જોવી પડશે. આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે, જેણે 109 ટેસ્ટમાં 53 ટેસ્ટમાં જીત મેળવી છે, જે પછી ઓસ્ટ્રેલિયાની રિકી પોન્ટિંગ (48 જીત), સ્ટીવ વૉ (41), વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇવ લૉયડ (36), ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (32), ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ (28), વેસ્ટ ઇન્ડિઝના વિવ રિચર્ડ્સ અને ટીમ ઇન્ડિયાના ધોની (27) તથા ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલર, ઇંગ્લેન્ડના માઇકલ વૉન અને પાકિસ્તાનના ઉલ હક (26) જીતની સાથે આગળ છે.

Read Also

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

ઝારખંડમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!