GSTV
Home » News » કોહલીએ મહાન કપ્તાન હોવાનો સંકેત આપ્યો છે: રાહુલ

કોહલીએ મહાન કપ્તાન હોવાનો સંકેત આપ્યો છે: રાહુલ

લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ સામે કાલે કટકના બારાબતી સ્ટેડિયમમં રમાનાર બીજી વન ડે મેચની પૂર્વ સંધ્યા પર કપ્તાન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા રાહુલે કહ્યું કે, આ જોવાય છે કે, કોહલીએ અમારી સામે કેવું ઉદાહરણ રજૂ કર્યું. તેણે કેટલીય વખત ટીમ માટે શાનદાર દેખાવ કર્યો છે. અમે તેનું અનુકરણ કરીએ છીએ અને જોઇએ છીએ કે, તે પોતાની ઇનિંગ્સ કેવી રીતે આગળ વધારે છે. તે મેદાન પર કેવા પ્રકારની ઉર્જા, ઉત્સાહ અને જૂનુન બતાવે છે, તેની અસર અમારા બધા પર પડે છે. અમે પણ તેની પાસેથી ઘણું શીખીએ છીએ.

રાહુલે કહ્યું કે, તે એવો ખેલાડી છે, જે માત્ર અંગત રીતે નહીં પણ શાનદાર પ્રદર્શન કરવા વિશે નથી વિચારતો પરંતુ, તે ટીમને પણ પોતાની સાથે લઇ જવા ઇચ્છે છે. તે અમને હમેશા રસ્તો બતાવે છે. પોતાના અનુભવ શેર કરી છે અને અમને પ્રતિક્રિયા પણ આપે છે. અમને બતાવે છેકે, અમે કેવી રીતે સારું કરી શકીએ છીએ. આ મહાન કપ્તાનના સંકેત છે.

Related posts

Asia XI vs World XI: બીસીબીએ જાહેર કરી એશિયા XI ટીમ, વિરાટ સહિત 6 ભારતીય સામેલ

Pravin Makwana

આજના જ દિવસે ક્રિકેટના આ મહાન બેટ્સમેને દુનિયાને કહ્યું હતું અલવિદા, રડી પડ્યું હતું સમગ્ર ક્રિકેટ જગત

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ત્રણ મોટા બદલાવની સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, પંત અને અશ્વિન થઈ શકે છે બહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!