GSTV

રોહિત શર્મા બન્યો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તો વિરાટને પણ મળ્યો આ અવોર્ડ, બીજા કોને-કોને મળ્યું સન્માન

ઑસ્ટ્રેલિયા હાથે બહુ ખરાબ હાર મેળવ્યા બાદ આઈસીસીએ ભારતીય પ્રશંસકોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આઈસીસીએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માને મોટું સન્માન આપ્યું છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને 2019 ના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર રહ્યો, તો કોહલીને ગયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં ખેલભાવના બતાવવા બદલ સ્પિરિટ અવોર્ડ આપવામાં આવ્યો છે, વર્ષ 59 વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયાઇ સ્પીડ બૉલર પેટ કમિંસને વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ થયો. રિચર્ડ ઈલિંગવર્થને અંપાયર ઑફ ધ યર તરીકે અવોર્ડ આપવામાં આવ્યો.

દીપક ચાહરે મચાવી ધૂમ


બાંગ્લાદેશ વિરૂદ્ધ નવેમ્બર 2019 માં 7 રન આપી 6 વિકેટ લેનાર દીપક ચાહરને પણ અવોર્ડ મળ્યો. ટી20 ક્રિકેટમાં તેના પ્રદર્ષનને સર્વશ્રેષ્ઠ આંકવામાં આવ્યું. ઈંગ્લેડના ઑલરાઉન્ડર બેન સ્ટોલ્સને 2019 નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો. તેને સર ગારફીલ્ડ સોબર્સ ટ્રૉફીથી સન્માનિત કરવામાં આવ્યો. ઑસ્ટ્રેલિયાના રનમશીન માર્નસ લાબુશેનને 2019 ના ઈમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર પુરસ્કાર આપ્યો હતો. સ્કૉટલેન્ડને ટી20 વર્લ્ડ કપ ક્વૉલિફિકેશનમાં પહોંચાડનાર કાઇલ કોએત્ઝરને એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યરના અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો. તેણે વનડે ક્રિકેટમાં ગયા વર્ષે 48.88 ની એવરેજથી રન બનાવ્યા હતા.

આ કારણે મળ્યું સન્માન
રોહિત શાર્મા


વર્ષ 2019 ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માટે બહુ જબરજસ્ત રહ્યું. તેણે ઈંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલ વર્લ્ડ કપમાં એકલાએ જ 5 સદી મારી હતી. ત્યાં ગયા વર્ષે તેણે વનડે ક્રિકેટમાં કુલ સાત સદીઓ મારી. જેના કારણે રોહિત શર્માને વર્ષ 2019 ના સર્વશ્રેષ્ઠ પુરુષ વનડે ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો.

વિરાટ કોહલી


વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની મેદ દરમિયાન ખેલદીલી દર્શાવવા બદ સન્માનિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, બૉલ ટેંપરિંગની સજા કાપી ચૂકેલ સ્ટીવ સ્મિથને મેથ દરમિયાન જબરજસ્ત હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગળ આવી દર્શકોને સ્મિથના શાનદાર સ્પદર્ષન માટે તાળીઓ પાડી તેનો ઉત્સાહ વધારવા કહ્યું હતું.

દીપક ચાહર


બાંગ્લાદેશ સામે ટી20 મેચમાં ગયા વર્ષે દીપક ચાહરે હેટ્રિક સહિત માત્ર સાત રન આપી છ વિકેટ લીધી હતી, જે પુરૂષ ટી20 ક્રિકેટ ઈતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્ષન હતું.

પેટ કમિંસ


ઑસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન પેટ કમિંસને 2019 ના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કમિંસને ગયા વર્ષે કુલ 59 ટેસ્ટ વિકેટ લીધી હતી. જે કોઇપણ બેટ્સમેનની તુલનામાં 14 વધારે હતી.

માર્નસ લાબુશેન


ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા થોડા સમયથી ધમાકેદાર પ્રદર્ષન કરનાર ઑસ્ટ્રેલિય્યાન માર્નસ લાબુશેનને 2019 ના ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે 2019 માં ટેસ્ટ ક્રિકેટમાં 64.94ની એવરેજથી રન કર્યા હતા.

Read also:

Related posts

જો તમે આરોપી નથી, તો પણ શું પોલીસ તમારો મોબાઈલ ફોન કરી શકે છે જપ્ત?

Mansi Patel

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

Ankita Trada

બાબરી ધ્વંસઃ અડવાણી, જોશી સહિતના પર લાગ્યા હતા આ આરોપ, લાલુપ્રસાદે સમસ્તીપુરમાં કરાવી હતી ધરપકડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!