ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ મેચોની વન-ડે શ્રેણીની ચોથી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી છે. મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાયેલ ચોથી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને 224 રનના વિશાળ સ્કોરથી હરાવ્યુ હતું.
આ મેચ દરમ્યાન એક પ્રસંગ ખૂબ મહત્વનો થયો હતો. જે કેમેરામાં કેદ થયો હતો., જ્યારે આખા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ ગુંજ્યુ હતું. આ પ્રસંગ ત્યારે બન્યો જ્યારે ભારતીય બોલર રવિન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો અને કેપ્ટન વિરાટ કોહલી સિલી મિડ ઑફ પર ફિલ્ડિંગ ભરી રહ્યા હતાં. સ્ટેડિયમમાં મેચ નિહાળી રહેલા ચાહકોએ જેવુ અનુષ્કા-અનુષ્કાના નામની બૂમ પાડવાનું શરૂ કર્યુ તો કેપ્ટન કોહલીએ તાત્કાલિક પોતાની પ્રતિક્રિયા આપી.
સ્ટેડિયમમાં મેચ નિહાળી રહેલા ચાહકો અનુષ્કાના નામની બૂમ પાડી રહ્યાં હતા ત્યારે કોહલીએ ‘થમ્બ જેશ્ચર’ બતાવ્યું અને ચાહકોનું દિલથી સ્વાગત કર્યું હતું. સ્વાભાવિક છે કે પ્રશંસકો પોતાના વિશ્વાસુ ખેલાડીનો ઉત્સાહ બુલંદ રાખવા માટે બૂમ પાડી રહ્યા હતાં. જોકે, કેરેબિયન ટીમ સામે છેલ્લી ત્રણ વન-ડે મેચોમાં સતત સદી બનાવનારા વિરાટ કોહલી આ મેચમાં કોઈ કાંદા કાઢી શક્યા નહતાં. કોહલી આ મેચમાં 16 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતાં.
READ ALSO
- વીડિયો/ ખરાબ અંગ્રેજીના કારણે ટ્રોલ થયો બાબર આઝમ, ફેન્સ બોલ્યા-આના કરતા સારો તો સરફરાઝ હતો
- 1000 દિવસથી આ ખાસ પળની રાહ જોઈ રહ્યો છે વિરાટ કોહલી, હવે એશિયા કપમાં છે આશા
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- IND vs ZIM/ રાષ્ટ્રગીત વચ્ચે ઈશાન કિશન પર મધમાખીએ કર્યો હુમલો, રિએક્શનનો વીડિયો થયો વાયરલ
- ક્રિકેટ રમવા કરતાં પણ વધુ અઘરુ છે અમ્પાયર બનવુ! વિચારી પણ નહીં શકો પરીક્ષામાં પૂછવામાં આવે છે એવા સવાલ