GSTV

IPL પહેલા નવા Lookમાં જોવા મળ્યો કોહલી, શૅર કરી તસવીર

Last Updated on March 21, 2018 by Bansari

મેદાનમાં પોતાના પ્રદર્શન અને મેદાનની બહાર પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ફેમસ વિરાટ કોહલીએ ફરી એકવાર મેદાનમાં પોતાનો જલવો કાયમ રાખતો જોવા મળશે. વિરાટ કોહલી તાજેતરમાં જ પોતાના નવા ટેટૂના કારણે ચર્ચામાં આવ્યો હતો અને હવે તે પોતાના નવા હેરસ્ટાઇલના કારણે ચર્ચામાં આવ્યો છે. પોતાના હેરસ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સાથે નવી હેરસ્ટાઇલ કરાવ્યાં બાદ કોહલીએ  પોતાનો નવો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વિરાટે ફોટો શેર કરતાં લખ્યું છે કે ‘સ્ટાઇલ માસ્ટર આલિમ હાકિમે કર્યુ ગ્રેટ કટ’ તસવીરમાં વિરાટ સાથે આલિમ પણ જોવા મળી રહ્યો છે. આલિમ આ તસવીરમાં કોહલીના નવા લુક સામે ઇશારો કરતો જોવા મળી રહ્યો છે.

Great cut from the style master @aalimhakim ?

A post shared by Virat Kohli (@virat.kohli) on

ઉલ્લેખનીય છે કે જ્યારે વિરાટ ઇંગ્લેન્ડ ટ્રોફી માટે જઇ રહ્યો હતો ત્યારે તેણે નવી  હેરસ્ટાઇલ કરાવી હતી. વિરાટે લંડન પહોંચતાં  જ પોતાના હેરસ્ટાઇલિસ્ટ સાથે તસવીર શેર કરી હતી. તે સમયે વિરાટ શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. 7 એપ્રિલથી શરૂ થઇ રહેલા આઇપીએલમાં વિરાટ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે નિદહાસ ટ્રોફી ટી20 ટ્રાઇ સીરીઝમાં વિરાટને આરામ આપવામાં આવ્યો હતો.

Thank you @aalimhakim for keeping my hair game strong! ✌?

A post shared by Virat Kohli (@virat.kohli) on

ઉલ્લેખનીય છે કે હાકિમ તે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ છે, જેણે સોનૂ નિગમનું મુંડન કર્યુ હતું. તે મામલો ખૂબ જ ચર્ચામાં હતો. આલિમના હાઇપ્રોફાઇલ હોવાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય કે તે હેરસ્ટાઇલ માટે 20 હજાર રૂપિયા ચાર્જ કરે છે. આલિમના પિતા હાકિમ કૈરાનવી ભારતના પહેલા સેલેબ્રિટી હેર ડ્રેસર હતાં.

Related posts

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

ફ્રેશ મંત્રીમંડળ: ગઢડાના આત્મારામ પરમાર છેલ્લી ઘડીએ મંત્રીની રેસમાંથી બહાર થયા, ત્રણ દિવસથી ધામા નાખીને બેઠા હતા સમર્થકો

Pravin Makwana

પક્ષપલ્ટો કરી ભાજપમાં આવનારાને ઘી કેળા: BJPના સંનિષ્ઠ ધારાસભ્યોને સાઈડમાં કરી નાખ્યા, આંતરિક ગણગણાટ વધ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!