GSTV
Gujarat Government Advertisement

કોહલીએ કરી મોટી ભૂલ, રિવ્યૂ લેવાનો જ ચૂકી ગયો! DRSને લઇને થયો મોટો વિવાદ

કોહલી

Last Updated on December 9, 2020 by Bansari

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે ત્રીજી ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં ભારતનો 12 રનથી પરાજય થયો હતો. જોકે વિરાટ કોહલીની ટીમે ત્રણ મેચની આ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ મેચમાં ભારતે કેટલીક ભૂલો કરી હતી જેને કારણે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમાં સોથી મોટી ભૂલ એ રહી કે ભારત એક વાર રિવ્યૂ લેવાનું જ ચૂકી ગયું હતું.

મેથ્યુ વેડ અને ગ્લેન મેક્સવેલની અડધી સદી અને ત્યાર બાદ સ્પિનર મિચેલ સ્વેપસની વેધક બોલિંગ ઉપરાંત આ રિવ્યૂ ચૂકી જવાને કારણે પણ ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હોવાનું મનાય છે. આ ડીએરએસનો મુદ્દો આખી મેચમાં ચર્ચાતો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 11મી ઓવરમાં ટી. નટરાજનનો બોલ ઓપનર મેથ્યુ વેડના પેડ પર ટકરાયો હતો અપીલ થઈ પરંતુ અમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો.

કોહલી

ત્યાર બાદ કોહલીએ રિવ્યૂ લીધો અને થર્ડ અમ્પાયરે સમીક્ષાની શરૂઆત પણ કરી દીધી હતી પરંતુ બેટસમેન મેથ્યુ વેડે વિરોધ કર્યો. તેના મતે રિવ્યૂ લેવા માટે 15 સેકન્ડ પૂરી થઈ ગઈ હતી. આમ થતાં અમ્પાયરે રિવ્યૂની અપીલ રદ કરી નાખી. નિરાશ થયેલા કોહલીએ અમ્પાયર સાથે વાત પણ કરી પરંતુ રિવ્યૂ મળ્યો નહીં. અંતે રિપ્લેમાં સ્પષ્ટ થતું હતું કે મેથ્યુ વેડ આઉટ હતો.

મૂળ વાત એ હતી કે વિરાટ કોહલીએ 15 સેકન્ડમાં રિવ્યૂ લીધો ન હતો અને મેથ્યુ વેડે જાયન્ટ સ્ક્રીન પર રિપ્લે જોઈ લીધી હતી. તેથી તેણે 15 સેકન્ડનો મુદ્દો છેડ્યો અને આ જ કારણે કોહલીની વિનંતીને ફગાવી દેવામાં આવી. આ ઘટના બની ત્યારે મેથ્યુ વેડ 50 રનના સ્કોર પર રમતો હતો અને અંતે તેણે 80 રન બનાવ્યા હતા. આમ તેને અને તેની ટીમને 30 રનનો લાભ થયો હતો. અંતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો તફાવત 12 જ રનનો રહ્યો હતો. આમ આ રિવ્યૂ અત્યંત મહત્વનો પુરવાર થઈ શકે તેમ હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે.

Damini Patel

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

Pritesh Mehta

સરકારની ખોખલી વાતો: ઓનલાઈન શિક્ષણ શું હોય તે આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓને ખબર પણ નથી, ઝાડ પર બેસીને કરે છે અભ્યાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!