GSTV
Bollywood Entertainment Trending

પહેલી જ મુલાકાતમાં વિરાટ કોહલી પર ભડકી હતી અનુષ્કા શર્મા, થઇ ગઇ હતી આવી હાલત

અનુષ્કા

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ બંનેએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ સારા સમાચાર આપ્યા છે. ડિસેમ્બર 2017માં વિરાટ અને અનુષ્કાએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાની પહેલી મુલાકાત 2013માં શેમ્પૂની એક જાહેરાત દરમિયાન થઈ હતી. અનુષ્કા સાથે સ્ક્રીન શેર કરતી વખતે વિરાટ ખૂબ નર્વસ હતો.

અનુષ્કા સાથે આવી હતી કોહલીની મુલાકાત

વિરાટે કહ્યું હતું કે, મને યાદ છે જ્યારે મારા મેનેજરે મને શેમ્પૂની બ્રાન્ડ વિશે કહ્યું ત્યારે હું જાહેરાત કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો પરંતુ જ્યારે મેં બંટીને પૂછ્યું કે મારી સાથે કોણ છે ત્યારે તેણે નામ આપ્યું હતું અનુષ્કા શર્મા.મને તે સાંભળીને આશ્ચર્ય થયું અને મેં કહ્યું કે શું મજાક કરે છે? તેણે કહ્યું ના, હું સાચું કહું છું. ત્યારબાદ મેં વિચાર્યું કે હું એક ફ્રેમમાં પ્રોફેશનલ કલાકાર સાથે કેવી રીતે અભિનય કરી શકું. હું એકદમ પાગલ દેખાઈશ, હું સમજી શક્યો ન હતો કે શું કરું, જોકે મારા મેનેજરે મને દિલાસો આપ્યો.

વિરાટ

વિરાટ પહેલી વાર અનુષ્કાને મળ્યો ત્યારે તે એટલો નર્વસ હતો કે તેને કશું સમજાયું જ નહી કે તે શું બોલે. તે સેટ પર ઉભી હતી, અનુષ્કા લાંબી હતી, તે ઉપરાંત તે હીલ્સ પહેરીને સેટ પર આવી હતી. તે તેની સાથે ખૂબ લાંબી દેખાઈ રહી હતી. વિરાટ પહેલેથી જ નર્વસ તો હતો. તેણે વિચાર્યું કે ચાલો કાંઇક રમૂજી કરીએ અને તેણે અનુષ્કાને કહ્યું, તને આનાથી ઉંચી હીલ ન મળી? અનુષ્કાએ વિરાટની આ વાત પર હાસ્ય કરવાને બદલે કહ્યું, એક્સક્યૂઝ મી.

ત્યારબાદ વિરાટ થોડા સમય માટે ખૂબ જ અજૂગતું મહેસુસ કરવા લાગ્યો હતો. જોકે, તેણે અનુષ્કાને કહી દીધું હતું કે તે મજાક કરી રહ્યો હતો. તે શૂટિંગ ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. ધીરે ધીરે તે બંનેને સમજાયું કે કારકિર્દીના અલગ અલગ બેકગ્રાઉન્ડ હોવા છતાં તેમનામાં ઘણી સમાનતાઓ છે. બંને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતા. બંનેએ એક જ વર્ષ એટલે કે 2008માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બીજી ઘણી વસ્તુઓ હતી જે બંને વચ્ચે સમાન હતી.

Read Also

Related posts

બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત

Damini Patel

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel
GSTV