GSTV
Home » News » આખરે શા કારણે સીરીઝ હારી ટીમ ઇન્ડિયા, વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

આખરે શા કારણે સીરીઝ હારી ટીમ ઇન્ડિયા, વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર્યુ કે કેટલીક ઉણપ છે પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝમાં 1-4થી થયેલી હારને સ્વીકારવી એટલી મુશ્કેલ નથી અને તેની ટીમમાં કોઇ મૂળભૂત ફેરફાર કરવાની જરૂર નથી.

ઇંગ્લેન્ડની તુલનાત્મક રૂપે નબળી મનાતી ટીમ સિરિઝ દરમિયાન મોટાભાગે ભારત પર ભારે પડી. યજમાન ટીમ પણ પોતાની બેટિંગને લઇને સમગ્ર સિરિઝ દરમિયાન પરેશાન હતી.

કોહલીએ પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મંગળવારે 118 રને થયેલા પરાજય બાદ કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે સિરિઝ જે તરફ ગઇ તે શા માટે ગઇ અને અમને મોટાભાગે એવું નથી લાગતું કે કોઇ ફેરફારની જરૂર છે. જો તમે દરેક મેચમાં ટક્કર આપી રહ્યાં છો અને દરેક મેચમાં ક્યાંકને ક્યાંક તમે ભારે પડી રહ્યાં છો તો તેનો અર્થ છે કે તમે કંઇક યોગ્ય કરી રહ્યાં છો.

ઇંગ્લેન્ડમાં હારથી વિદેશમાં ભારતના ખરાબ રેકોર્ડમાં વધારો થયો છે. અગાઉ ભારતને આ જ વર્ષે સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

કોહલીએ જણાવ્યું કે, હાલને સ્વીકારવી મુશ્કેલ નથી કારણ કે મારા માટે તે મહત્વનું છે કે તમે કયા વલણ સાથે ક્રિકેટ રમો છો. ચોથી મેચ બાદ અમે કહ્યું હતું કે અમે હાર નહી માનીએ અને અમે હાર નથી માની.

ટીમની જે નબળાઇઓ છતી થઇ છે તે અંગે કોહલીએ જણાવ્યું કે તેમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ટીમ મજબૂત સ્થિતીનો લાભ લેવામાં નિષ્ફળ રહી.

કોહલીએ જણાવ્યું કે અમે દબાણ જાળવી રાખ્યુ. અમે બેટિંગથી લાંબા સમય સુધી દબાણ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં અને બોલિંગમાં પણ. તેમણે આ સ્થિતીનો લાભ અમારી તુલનામાં સારી રીતે લીધો.

કોહલીએ સ્વીકાર્યુ કે તેમની ટીમ સ્થિતીનો લાભ લેવામાં નિષ્ફળ રહી જ્યારે ઇંગ્લેન્ડની ટીમે તેનો પૂરતો લાભ લીધો.

તેણે જણાવ્યું કે તમે જાણો છો કે આ સિરિઝમાં અમે હંમેશા પાછળ નથી રહ્યાં અને આ સિરિઝમાં અમે વાપસી પણ કરી. અમે આ સિરિઝને તે સિરિઝ તરીકે નથી જોઇ રહ્યાં જ્યાં અમને લાગે કે અમે વિદેશી ધરતી પર રમી ન શક્યા.

કોહલીએ જણાવ્યું કે અમારો ટાર્ગેટ સિરિઝ જીતવાનો હતો, કોઇ એક ટેસ્ટ જીતીને ખુશ થવાનો નહી. સિરિઝના પરિણામથી અમે ચોક્કસપણે ખુશ નથી પરંતુ અને સાચા વલણ અને દરેક મેચ જીતવાની ઇચ્છા શક્તિ સાથે રમ્યાં.

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!