GSTV
Home » News » વિરાટ કોહલી ઇંગ્લેન્ડ માટે ખતરનાક સાબિત થઇ શકે છે : ગ્રેહામ ગૂચ

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ માટે ખતરનાક સાબિત થઇ શકે છે : ગ્રેહામ ગૂચ

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચે કહ્યું કે, વિરાટ કોહલી અત્યારે ટોચનો ખેલાડી છે અને મારુ માનવું છે કે, ઇંગ્લેન્ડ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે કેમ કે, તે ઇંગ્લેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવા માટે વધુ પ્રયાસ કરશે. દરેક ખેલાડી દરેક સ્થિતિમાં સારો દેખાવ કરનાર ખેલાડી તરીકે પોતાની ઓળખ બનાવવા માંગે છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેન જોશ બટલરે કહ્યું કે, આઈપીએલને કારણે ભારતીય ટીમમાં તેના ઘણા મિત્રો છે પરંતુ આ મિત્રતા ટેસ્ટ સિરીઝમાં કામ નહીં આવે. અમારી ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે આઈપીએલમાં રમે છે અને તેમની ભારતીય ખેલાડીઓ સાથે મિત્રતા પણ છે પરંતુ અમે ટેસ્ટ સિરીઝ રમવા ઊતરીશું ત્યારે તે બધું ભૂલી જઇશું. બટલરે કહ્યું કે, બંને ટીમો મજબૂત હોવાથી સિરીઝ ઘણી કઠિન બની રહેશે.

કોહલી અને ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ વચ્ચેની તુલનાના સવાલ પર ગૂચે કહ્યું કે, બંને દરેક ફોર્મેટના ઇન્ટરનેશનલ ખેલાડી છે. બંને મેચ વિનર છે. મને બંનેની બેટિંગ જોવાની મજા આવે છે. ગૂચે કહ્યું, આ બંનેએ એ યાદ રાખવું પડશે કે, આધુનિક સમયમાં બંનેને શું અલગ કરવાનું છે. તેમના બનાવેલા રન અથવા ઇનિંગ નહીં પરંતુ એ જોવું પડશે કે, કેટલી વખત એવી ઇનિંગ રમી છે જેના આધારે ટીમે જીત મેળવી હોય. કઠિન પીચ પર ૫૦ અથવા સપાટ પીચ પર ૧૫૦ રન બનાવી શકાય છે પરંતુ તમને ગર્વ ત્યારે થાય છે જ્યારે તમારી ટીમ
જીતી હોય.

Related posts

ટ્વિટર હવે માર્ગદર્શિકા દ્વારા શીખવશે નેતાઓને ટ્વિટ કેવી રીતે કરવી

Dharika Jansari

ભણશાળીની ફિલ્મમાં આલિયા ભજવવા જઈ રહી છે ગુજરાતી લેડી ગેંગસ્ટરનું કિરદાર

Arohi

એમેઝોનને પણ હવે ફ્લિપકાર્ટના નવા બિઝનેસને આપવી પડશે ટક્કર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!