GSTV

ઓસ્ટ્રેલિયા સામે મેચ હાર્યા બાદ કેપ્ટન કોહલી અકળાયો, બોલરો પર ઠાલવ્યો આ રીતે ગુસ્સો

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતનો પ્રારંભ અત્યંત કંગાળ રહ્યો. સિડની ખાતે શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો પરાજય થયો. તેમાં ય ઓસ્ટ્રેલિયાએ 374 રનનો પહાડ સમાન સ્કોર ખડકી દીધો હતો. સ્ટિવ સ્મિથ અને એરોન ફિંચે શાનદાર સદી ફટકારી હતી. આમ ભારતના બોલર સંપૂર્ણપણએ ફ્લોપ રહ્યા અને તેમણે ખૂબ જ રન આપી દીધા હતા.

બોલર્સે રનની લહાણી કરી તો બીજી તરફ ફિલ્ડિંગ પણ કંગાળ રહી

ભારતના બોલર્સે રનની લહાણી કરી તો બીજી તરફ ફિલ્ડિંગ પણ કંગાળ રહી હતી. કેચ ગુમાવવામાં આવ્યા અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ ભારતની પ્રતિષ્ઠાને છાજે તેવી ન હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે 374 રનનો સ્કોર કરવાની તક મળી. આ સ્કોર વન-ડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સ્કોર છે. મેચ બાદ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટીમના ફિલ્ડર અને બોલર પર ખૂબ ગુસ્સે ભરાયો હતો. તેણે કહ્યું હતું કે અમને તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય મળ્યો હતો. મને નથી લાગતું કે તમે એક ટીમ તરીકે રમી શકો નહીં તો તેના માટે કોઈ બહાનું હોય. અત્યાર સુધી અમે ટી20 રમતા હતા. ઘણા સમય બાદ અમે વન-ડે રમી રહ્યા હતા પરંતુ અમારી પાસે વન-ડે રમવાનો બહોળો અનુભવ છે.

જો તમે ફિલ્ડિંગમાં સતત ભૂલે કરતા રહેશો તો એક મોખરાની ટીમ તમને નુકસાન કરશે

ભારતીય કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેને ઉમેર્યું હતું કે 20-25 ઓવર બાદ અમારી બોડી લેંગ્વેજ નિરાશાજનક હતી. જો તમે ફિલ્ડિંગમાં સતત ભૂલે કરતા રહેશો તો એક મોખરાની ટીમ તમને નુકસાન કરશે જ. અમારી હરીફ ટીમ મોખરાની ટીમ છે અને તેની સામે આવી ભૂલો હંમેશાં નુકસાનકર્તા હોય છે. બેટ્સમેનને પરેશાન કરવા માટે સૌથી મહત્વની બાબત છે સતત વિકેટો ખેરવતા રહેવું પરંતુ શુક્રવારની મેચમાં અમે આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમ કહીને કોહલીએ ઉમેર્યુ હતું કે હવે પાર્ટ ટાઇમ બોલર પાસે થોડી ઓવર કરાવવા અંગે પણ ધ્યાન આપવું પડશે. કમનસીબે હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો નથી. જે રીતે ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેકસવેલ બોલિંગ કરે છે તેવા બોલરની અમારે જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બેંકમાંથી લોન લીધી છે પરંતુ ભરવા માટે અસક્ષમ છો? તો ગભરાશો નહિ, જાણી લો તમારા માટેનાં આ અધિકાર વિશે

Mansi Patel

વ્હાલાં – દવલાંની નિતી ?, માસ્ક ના પહેરવા બદલ પ્રજા પાસેથી 1000નો દંડ, પોલીસે વિભાગીય જવાનો પાસેથી રૂ. 300નો દંડ વસૂલ્યો

pratik shah

ફાયદો/ ટ્રેન ટિકિટ બુક કરાવવા પર મળશે 10 ટકાનું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!