GSTV

વિરાટની દીકરીની પ્રથમ ઝલક, ભાઈ વિકાસ કોહલીએ શેર કર્યો વીડિયો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોમવારે પિતા બન્યો. તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ વાતની માહિતી વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી આપી હતી. આ સમયે વિરાટના ભાઈ વિકાસ કોહલીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટની દીકરીની એક ઝલક જોવા મળી રહી છે.

કોહલીએ લખી હતી આ વાત…

આ અગાઉ વિરાટે ટ્વિટ કરતા કહ્યું કે, ‘અમને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આજ બપોરે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાઓ માટે આભાર માનું છું. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે તથા આ અમારી માટે ઘણાં ભાગ્યની વાત છે કે અમને જીવનના નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમે એ જાણીએ છીએ કે તમે લોકો જાણતા હશો કે હાલ અમને પ્રાઈવેસીની જરૂર છે.’

કોહલીની બહેને પણ શેર કરી તસવીર

આ સમયે વિરાટ કોહલીની બહેન ભાવના કોહલીએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે,’અમને સ્વર્ગથી એક શાનદાર ભેટ મળી છે. પ્રેમ કરવા માટે એક નાની વહાલી પરી. એક સુંદર નાની પરીની ફઈ બનવા પર ઘણો આનંદ થઈ રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની પ્રથમ ટેસ્ટ બાદ જ વિરાટ કોહલી ભારત પરત આવી ગયો હતો. હાલ તે પેટરનિટી લીવ પર છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!