GSTV
Home » News » હવે તો રેકોર્ડ પણ જોવે છે કોહલીની રાહ, બ્રાયન લારાનો ‘વિરાટ’ રેકોર્ડ તોડવાથી ફક્ત બે કદમ દૂર

હવે તો રેકોર્ડ પણ જોવે છે કોહલીની રાહ, બ્રાયન લારાનો ‘વિરાટ’ રેકોર્ડ તોડવાથી ફક્ત બે કદમ દૂર

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે સીરીઝમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે વેસ્ટઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. ચાલો જાણીએ શું છે તે રેકોર્ડ…

જણાવી દઇએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝની પહેલી મેચ આજે સીડની ખાતે રમાઇ રહી છે. આ સીરીઝમાં જો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી 173 રન બનાવી લેશે તો તે વેસ્ટઇન્ડીઝના પૂર્વ મહાન બેટ્સમેનનો રેર્કોર્ડ તોડી દેશે.

જણાવી દઇએ કે વન ડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે લારા 10મા ક્રમે છે. તેણે 299 મેચમાં 10405 રન બનાવ્યાં છે જેમાં 19 સદી અને 63 અડધી સદી સામેલ છે. તેવામાં વિરાટે 216 મેચની 208 ઇનિંગમાં 38 સદી અને 48 અડધી સદી સાથે 10,232 રન બનાવ્યાં છે. આ મામલે કોહલી 12મા ક્રમે છે.

કાંગારૂઓ સામે જો વિરાટ 173 કે તેથી વધુ રન બનાવી લે તો તે શ્રીલંકાના બેટ્સમેન તિલકરત્ને દિલશાન (10,290) રનને પાછળ છોડી દેશે સાથે જ તે લારાના રેકોર્ડની બરાબરી કરી દેશે અથવા તો તેનાથી આગળ નીકળી જશે.

જણાવી દઇએ કે વન ડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ ક્રમે ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકર (18,428 રન) છે જ્યારે બીજા તથા ત્રીજા ક્રમે અનુક્રમે શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કુમાર સાંગાકારા (14,234) અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકિ પોન્ટિંગ 13,704 રન સાથે ત્રીજા ક્રમે છે.

Read Also

Related posts

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur

બિહારમાં ભારે પુર બાદ અત્યાર સુધીમાં 92 લોકોના મોત, 67 લાખ લોકો અસરગ્રસ્ત

Arohi

અમરેલી : યુવક પર દીપડો ત્રાટક્યો, માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!