Video: શું કોહલીને OUT આપવામાં અમ્પાયરથી થઇ ગઇ મોટી ચૂક? ભડકી ઉઠ્યા ફેન્સ

પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કેચ આઉટના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે. કોહલી ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલાઇ કરી રહ્યો હતો અને સદી ફટકાર્યા બાદ તે વધુ આક્રમક થઇને રમી રહ્યો હતો. આ વચ્ચે જ એમ્પાયરે તેને કેટ આઉટ ગણાવ્યો. પરંતુ ટૂંક સમયમાં જ ફેન્સ અમ્પાયરના આ નિર્ણય પર ભડકી ઉઠ્યાં છે.

હકીકતમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન પેટ કમિંસ 93મી ઓવર નાંખી રહ્યો હતો અને આ ઓવરના છેલ્લા બોલ પર કોહલીના બેટની બહારની કિનારી લાગી અને બીજી સ્લિપમાં ઉભેલા હેંડ્સકૉમ્બની પાસે જઇ પહોંચ્યો. હેંડ્સકોમ્બે કેચ કર્યા બાદ ઉજવણી શરૂ કરી દીધી પરંતુ તે સ્પષ્ટ થયું ન હતું કે કોહલીનો કેચ યોગ્ય રીતે થયો છે કે નહી.

મેદાન પર રહેલા એમ્પાયરે થર્ડ એમ્પાયરની તરફ ઇશારો કર્યો. રિપ્લે જોયા બાદ થર્ડ એમ્પાયરે કોહલીને આઉટ ગણાવ્યો. જ્યારે સવાલ ઉભા થઇ રહ્યાં છે કે રિપ્લેનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં બિલકુલ સ્પષ્ટપણે જોઇ શકાતું નથી કે કોહલીને કેચ યોગ્ય રીતે થયો છે કે કેમ. તેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાંક એન્ગલથી લાગી રહ્યું છે કે બોલ મેદાનને સ્પર્શી ગયો હતો.


ત્યાં સુધી કે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવાસ્કર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે આ નિર્ણયની નિંદા કરી છે. તે બાદ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.

જણાવી દઇએ કે 30 વર્ષીય વિરાટે ઓસ્ટ્રેલિયાના ધરતી પર રવિવારે એક મોટી ઉપલબ્ધી હાંસેલ કરી છે. જેના કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે.

પર્થ ટેસ્ટના બીજા દિવસે 82 રન બનાવીને કેપ્ટન કોહલીએ ત્રીજા દિવસે 18 રન બનાવતાં જ પોતાની 25મી સદી પૂરી કરી, જે એકદમ ખાસ છે. આ સદીના કારણે તેણે ફક્ત ભારતને જ મજબૂત સ્થિતી નથી અપાવી પરંતુ તેણે ફરી એકવાર સાબિત કર્યુ છે કે તે આ દોરના ક્રિકેટરોમાં સૌથી આગળ છે.

વિરાટે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 25 સદી પૂર કરી છે. બ્રેડમેન 70 વર્ષ પહેલાં ફક્ત 68 ઇનિંગ્સમાં 25 સદી પૂરી કરી હતી. વિરાટે 127 ઇનિંગ્સમાં પોતાની 25 સદી પૂરી કરી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter