GSTV
Home » News » ‘ક્યારેય વિચાર્યુ ન હતું…’ ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર ભાવુક થયો કોહલી, લખી આ ખાસ પોસ્ટ

‘ક્યારેય વિચાર્યુ ન હતું…’ ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર ભાવુક થયો કોહલી, લખી આ ખાસ પોસ્ટ

દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર કહ્યું કે તેણે ક્યારેય આનાથી વધારેની આશા રાખી ન હતી. કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી.

તેણે સોશિયલ મીડિયા પર આ ખાસ અવસર પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણે 18 ઓગસ્ટ 2008ના રોજ શ્રીલંકા સામે દાંબુલામાં વન ડે ફોર્મેટમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે ફોટોઝ શેર કર્યા છે. સાથે જ તેણે લખ્યું કે, આ દિવસે 2008માં એક કિશોરના રૂપમાં શરૂઆત કરવાથી લઇને 11 વર્ષની યાત્રા પૂરી કરવા સુધી, મે સપનામાં પણ વિચાર્યુ ન હતું કે ભગવાન મારા પર આટલા મહેરબાન થશે. આપસૌને પોતાના સપનાઓ સાકાર કરવા અને સાચા માર્ગે આગળ વધવાની શક્તિ મળે. સદૈવ આભારી.

તેણે ફોટો શેર કર્યો છે તેમાં પહેલો ફોટો શ્રીલંકા સામેની ડેબ્યૂ મેચનો છે જ્યારે બીજો ફોટો એંટીગામાં તેમા હોટલ રૂમનો છે. ભારત હાલ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે છે, જ્યાં તેણે 22 ઓગસ્ટે એંટીગામાં પહેલી ટેસ્ટ મેચ રમવાની છે. અગાઉ ભારતે ટી20 અને વન ડે સીરીઝ પોતાના નામે કરી હતી. કોહલીએ ડેબ્યૂ કર્યા બાદ પાછળ વળીને નથી જોયુ.

અત્યાર સુધી 77 ટેસ્ટ મેચમાં 6613 રન બનાવી ચુક્યો છે, જેમાં 25 સદી સામેલ છે. તેણે 239 વન ડેમાં 43 સદીની મદદથી 11520 રન બનાવ્યાં છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 68 સદી નોંધાયેલી છે અને એક દશકમાં 20 હજારથી વધુ રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!