GSTV
Home » News » કોહલીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, પોન્ટિંગ-સ્મિથને પાછળ છોડી આ મામલે બન્યો ‘કિંગ’

કોહલીની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, પોન્ટિંગ-સ્મિથને પાછળ છોડી આ મામલે બન્યો ‘કિંગ’

નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વન ડે સીરીઝની બીજી મેચ ચાલી રહરી છે. તેવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 22 રન બનાવતાં જ એક સિદ્ધી પોતાના નામે કરી છે. તેણે કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વનડે, ટી-20)માં 159 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

virat kohali

નાગપુર વન ડેમાં જ કોહલી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ 46 ટેસ્ટમાં 4515 રન, 64 વનડેમાં 3857 રન અને 22 ટી-20માં 606 રન બનાવ્યાં છે. જ્યારે આ દરમિયાન તેણે 35 સદી પણ ફટકારી છે.

કેપ્ટન તરીકે સૌથી ઝડપી 9000 ઇન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો. તેમણે 203 ઇનિંગમાં આ રેકોર્ડ હાંસેલ કર્યો. આ રેકોર્ડ તોડવા માટે કોહલી પાસે 44 ઇનિંગ્સ હતી પરંતુ તેણે નાગપુર ટેસ્ટમાં જ આ સિદ્ધી મેળવી લીધી છે. પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટન્સી કરતાં 41 સદી સાથે 15440 રન બનાવ્યાં હતાં.

આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ પણ છે. તેમણે  220 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેમણે 286 મેચમાં કેપ્ટન્સી કરતાં 33 સદી સાથે 14878 રન બનાવ્યાં છે.

Read Also

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel