અનુષ્કા શર્માએ તાજેતરમાં જ દિકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર ખુદ તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ ફેન્સ સાથે શેર કરી. હાલ ફેન્સ પણ દિકરીનું નામ જાણવા અને તેની એક ઝલક મેળવવા માટે આતુર છે. આ વચ્ચે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો બાયો ચેન્જ કર્યો છે.

વિરાટે દિકરી અને પત્ની માટે લખી આ ખાસ વાત
વિરાટે પોતાની પત્ની અને દિકરી માટે જે રીતે પ્રેમ વ્યક્ત કર્યો છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વિરાટે સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેનો ફોટો જ પ્રોફાઇલ પિક તરીકે રાખ્યો છે.

વિરાટ અને અનુષ્કાની લાડલીની એક ઝલક મેળવવા માટે મીડિયા, પેપરાઝી અને ફેન્સ આતુર છે. જે હોસ્પિટલમાં અનુષ્કાની દિકરીનો જન્મ થયો ત્યાં 24 કલાક તેમની ભીડ જામેલી રહી. તેવામાં આ સ્ટાર્સે પેપરાઝીને તેમની દિકરીની તસવીર ક્લિક ન કરવાની વિનંતી કરી છે.

તમામ ફોટોગ્રાફર્સને વિશેષ વિનમતી કરતા અનુષ્કા અને વિરાટે લખ્યું, અમને આટલા વર્ષો સુધી આ હદે પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. ખુશીની આ પળોમાં આપસૌ સાથે જશ્ન મનાવતા અમને ઘણી ખુશી થઇ રહી છે. પરંતુ માતા-પિતા તરીકે અમે આ સૌને એક સાધારણ વિનંતી કરવા માગીએ છીએ. અમે અમારી બાળકીની પ્રાઇવસીને સુરક્ષિત રાખવા માગીએ છીએ જેના માટે અમને તમારી મદદ અને સહયોગની જરૂર છે.
વિરુષ્કાએ પેપરાઝીને આપી આ ભેટ
જણાવી દઇએ કે 11 જાન્યુઆરીએ પિતા બનવાની ખુશખબર આપતા વિરાટ કોહલીએ લખ્યું , અમને બન્નેને એ જણાવતાં ખુશી થાય છે કે, આજે ૧૧મી તારીખે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બન્નેની તબિયત સારી છે. અમારું સૌભાગ્ય છે કે, જીવનની આ વાસ્તવિકતાનો અનુભવ અમે કરી શક્યા છીએ. અમે સમજીએ છીએ કે, હાલના સમયમાં અમને થોડી પ્રાઇવસીની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટે ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના ઇટાલીમાં લગ્ન કર્યા હતા. જેમાં ફક્ત અંગત મિત્રો અને નજીકના સગા-સંબંધીઓ જ હતા.
Read Also
- Box Office/ તાપસીની ફિલ્મ ‘દોબારા’ને આ ગુજરાતી ફિલ્મે પાછાડી, કાર્તિકેય 2ની કમાણીમાં જોરદાર ઉછાળો
- ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત
- તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત
- બોલિવુડ/ લાંબી બ્રેક બાદ કરણ જોહરની ફિલ્મ રૂપેરી પડદે રીલીઝ થવા તૈયાર, આ ફિલ્મમાં જોવા મળશે આલિયા- રણવીરની કેમેસ્ટ્રી
- વીડિયો/ ખરાબ અંગ્રેજીના કારણે ટ્રોલ થયો બાબર આઝમ, ફેન્સ બોલ્યા-આના કરતા સારો તો સરફરાઝ હતો