GSTV
Home » News » શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી ભારત નોંધાવશે જીતની સદી, કોહલી બનાવશે રેકોર્ડ

શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી ભારત નોંધાવશે જીતની સદી, કોહલી બનાવશે રેકોર્ડ

આજ વર્ષે જુલાઇમાં રમવામાં આવેલી ટેસ્ટ સિરીઝમાં શ્રીલંકાની ટીમના તેમની જ જમીન પર ટીમ ઇન્ડિયાએ સુપડા સાફ કરી નાંખ્યા હતા. એવામાં જો પોતાના ઘર આંગણે રમવામાં આવનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં પણ ભારતીય ટીમ શ્રીલંકા પર પોતાનો દબદબો ચાલુ રાખી ક્લીન સ્વીપ કરે છે તો તે ટેસ્ટ મેચોમાં સ્વદેશમાં જીતની સદી નોંધાવશે. તેની સાથે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ કેપ્ટનની સૂચીમાં બીજા સ્થાને પહોંચી જશે.

ઘર આંગણે ટેસ્ટ જીતવાની સદી નોંધાવશે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ અત્યાર સુધીમાં શ્રીલંકાન સામે પોતાના ઘર આંગણે ટેસ્ટ મેચમાં એકપણ મેચ હારી નથી. અને આ પહેલા પણ શ્રીલંકાની વિરુદ્ધ સ્વદેશમાં ક્લીન સ્વીપ વર્ષ 1993-94માં કરી ચુકી છે.

ભારત જો ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ફરીથી શ્રીલંકાના સુપડા સાફ કરવામાં સફળ રહેશે તો તેના ઘર આંગણે જીતની સંખ્યા 100 પર પહોંચી જશે અને આ ઉપલબ્ધિ મેળવનાર ભારત ઓસ્ટ્રેલિયા (234) અને ઇંગ્લેન્ડ (212) બાદ ત્રીજો દેશ હશે.

ભારતે અત્યાર સુધીમાં પોતાની જમીન પર 261 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાંથી 97માં તેને જીત અને 52માં હાર મળી છે. જ્યારે 111 મેચ ડ્રો અને એક ટાઇ રહી છે. સ્વદેશમાં સર્વાધિક જીતનો રેકોર્ડના મામલે ભારત ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની જમીન પર 98 જીત મેળવી છે.

શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી મેચ 16 નવેમ્બરે કોલકત્તામાં રમવામાં આવશે. જ્યારે તે બાદ બીજી અને ત્રીજી મેચ અનુક્રમે નાગપુર અને નવી દિલ્હીમાં રમવામાં આવશે. મહત્વનું છે કે શ્રીલંકાએ અત્યાર સુધીમાં ભારતમાં એકપણ ટેસ્ટ મેચ જીતી નથી.

શ્રીલંકાએ ભારતીય જમીન પર 17 ટેસ્ટ મેચ રમ્યું છે. તેમાંથી ભારતે 10માં જીત મેળવી છે. જ્યારે બાકી 7 ડ્રો રહી છે. છેલ્લે વર્ષ 2009 માં બન્ને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમવામાં આવી હતી.

બીજો સૌથી સફળ કેપ્ટન બનશે કોહલી

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ ટેસ્ટ સિરીઝમાં વધુ એક ઉપલબ્ધિ મેળશે. જો તેમની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ કરે છે તો તે ભારતના સૌથી સફળ કેપ્ટનની સુચીમાં ધોની બાદ બીજા સ્થાને પહોંચી જશે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે 29 ટેસ્ટ મેચોમાંથી 19 મેચમાં જીત મેળવી છે. આ સમયે ઘોની (60 ટેસ્ટમાં 27 મેચ) અને ગાંગુલી (47 ટેસ્ટમાંથી 21માં જીત) બાદ ત્રીજા નંબરે છે.

આ ઉપરાતં કોહલી 20થી વધુ ટેસ્ટ મેચોમાં જીત નોંધાવનાર દુનિયાના 19માં કેપ્ટન બની જશે. જોકે કોહલીએ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ (109 ટેસ્ટ માં 53 જીત) ના રેકોર્ડ સુધી પહોંચવામાં ઘણો સમય રાહ જોવી પડશે.

Related posts

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો: આ બની ટૂર્નામેન્ટની સૌથી કિંમત ટીમ, શાહરૂખને મોટુ નુકસાન

Bansari

ધોનીના સંન્યાસ પર ગાવસ્કરનું મોટુ નિવેદન, કહ્યું- તેનો સમય લગભગ ખતમ

Kaushik Bavishi

ટીમ ઈંડિયામાંથી ધોનીએ લેવો જોઈએ સંન્યાસ, આવું કહેવા પાછળ સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!