GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: વિરાટ કોહલી આ આકર્ષક રેકોર્ડની અત્યંત નજીક છે, આ સિદ્ધિ હાંસલ કરી શકે છે

કોહલી

Last Updated on December 8, 2020 by Bansari

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થોડા જ સમયમાં ત્રીજી ટી20 ક્રિકેટ મેચ રમાશે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની ટી20 કરિયરમાં 299 સિક્સર ફટકારી ચૂક્યો છે. આમ તે મંગળવારની મેચમાં એક સિક્સર ફટકારે તો કરિયરમાં 300 સિક્સર ફટકારનારો ભારતનો વધુ એક બેટ્સમેન બની શકે તેમ છે.

કોહલી

ભારત માટે ત્રણ બેટ્સમેન ટી20માં 300 સિક્સર ફટકારી ચૂક્યા છે

વિરાટ કોહલી અગાઉ ભારત માટે ત્રણ બેટ્સમેન ટી20માં 300 સિક્સર ફટકારી ચૂક્યા છે. હવે કોહલી એક સિક્સર ફટકારે તો સિક્સરની ત્રેવડી સદી નોંધાવનારો તે ચોથો ભારતીય બેટ્સમેન બની જશે. કોહલીએ ઇન્ટરનેશનલ ટી20માં કુલ 78 સિક્સર ફટકારી છે.

ભારતના બેટ્સમેનોમાં રોહિત શર્મા યાદીમાં મોખરે છે. તેણે ટી20 ક્રિકેટ કરિયરમાં 380 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા કુલ 340 મેચ રમ્યો છે. તેણે 108 ઇન્ટરનેશનલ ટી20માં 127 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા હાલમાં ઇજાને કારણે રમી રહ્યો નથી.

રોહિત બાદ બીજ ક્રમે સુરેશ રૈના છે જેણે 319 મેચમાં 311 સિકસર ફટકારી છે. આમ તે બીજા ક્રમે છે. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ધોની ત્રીજા ક્રમે છે. આ વર્ષે રૈના અને ધોની બંનેએ નિવૃત્તિ જાહેર કરી હતી. ધોનીએ 331 ટી20 મેચમાં 302 સિક્સર ફટકારી છે. તેમાંથી 52 સિક્સર તેણે ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ફટકારી છે.

વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ 1001 સિક્સર સાથે મોખરે છે. આ વર્ષે આઇપીએલ દરમિયાન ગેઇલે તેની 1000 સિક્સર પૂરી કરી હતી. જોકે ગેઇલ માત્ર આઇપીએલ જ નહીં પરંતુ દુનિયાની તમામ પ્રકારની ટી20 લીગમાં રમતો હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!