GSTV

સચિનનો 100 સદીનો રેકોર્ડ ફક્ત કોહલી જ તોડી શકશે : આ ધાકડ પૂર્વ ક્રિકેટરનો દાવો

કોહલી

Last Updated on August 26, 2020 by Karan

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને હાલમાં ક્રિકેટ કોમેન્ટેટર ઇરફાન પઠાણે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમન વર્તમાન સુકાની વિરાટ કોહલી તેની ક્ષમતા અને ફિટનેસના જોરે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની 100 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ તોડી શકે છે. ઇરફાને એક ટીવી શોમાં કહ્યું હતું કે મને ખાતરી છે કે 100 સદીનો રેકોર્ડ મુશ્કેલ છે. તે આ વિશે વાત કરી રહ્યો નથી, પરંતુ દરેકને ખબર છે કે સચિન પછી જો કોઈ તે કરી શકે તો તે ફક્ત કોહલી જ છે.

100 સદીનો રેકોર્ડ તોડનાર ખેલાડી ભારતીય જ હશે

ભૂતપૂર્વ ડાબોડી ઓલરાઉન્ડરે ઉમેર્યું હતું કે ‘તેણે ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણું પ્રાપ્ત કર્યું છે. મને આશા છે કે 100 સદીનો રેકોર્ડ તોડનાર ખેલાડી ભારતીય જ હશે. વિરાટ પાસે ક્ષમતા અને ફિટનેસ પણ છે, જે તે તબક્કે પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.’31 વર્ષીય કોહલીએ અત્યાર સુધીમાં 70 ઇન્ટરનેશનલ સદી ફટકારી છે. તેણે 248 વન-ડેમાં 43 સદી અને 86 ટેસ્ટમાં 23 સદી ફટકારી છે. સચિને ટેસ્ટમાં 51 સદી અને વન ડેમાં 49 સદી ફટકારી છે.

ઇરફાન

પઠાણે એમ પણ કહ્યું હતું કે ‘મને લાગે છે કે કોહલી તે 100 આંકડાથી 30 સદી પાછળ છે. હું આશા રાખું છું કે નિવૃત્તિ લેતા પહેલા તે આ પ્રાપ્ત કરે. મને આશા છે કે આ લક્ષ્ય તેના દિમાગમાં હશે જ.’ભારતને આ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાનું છે. આ પ્રવાસ પર કોહલીનું પ્રદર્શન ટીમ માટે ઘણું મહત્વપૂર્ણ હશે.

Read Also

Related posts

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!