GSTV
Gujarat Government Advertisement

આ મામલે વિરાટ કોહલીએ PM મોદી અને બરાક ઓબામાને પાછળ મૂકી દીધા, આ મુકામે પહોંચાનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર

Last Updated on June 9, 2021 by Zainul Ansari

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રમતના ક્ષેત્રે રેકોર્ડ બનાવતો રહે છે, પરંતુ આ વખતે તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન કોહલી વિશ્વનો પહેલો ક્રિકેટર અને એશિયામાં પહેલો સેલિબ્રિટી બની ગયો છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 125 મિલિયન એટલે કે 12 કરોડથી વધુ ફોલોવર્સ છે. આ 31 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધીમાં કુલ 1175 પોસ્ટ કરી છે. જ્યારે વિરાટ ઇન્સ્ટાગ્રામ પર માત્ર 201 લોકોને ફોલો કરે છે.

પીએમ મોદી કરતા પણ આગળ નિકળ્યો કોહલી

વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતો રહે છે. ફેન પણ તેની પોસ્ટને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હવે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાની દુનિયામાં આવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે આ પહેલા કોઈ ભારતીય મેળવી શક્યું ન હતું. ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોવર્સની સંખ્યા પણ 56 મિલિયન જ છે. જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 34.9 મિલિયન ફોલોવર્સ છે. વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેના ઇન્સ્ટાગ્રામ પર 50.3 મિલિયન ફોલોવર્સ છે.

રોનાલ્ડો અને મેસ્સીથી પાછળ વિરાટ

ઇન્સ્ટાગ્રામ પર 100 કરોડ ક્લબમાં વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરનો સમાવેશ નથી. આ ક્લબમાં વિરાટ સિવાય અભિનેતા ડ્વેન જહોનસન, જે ધ રોક તરીકે ઓળખાય છે, ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને લિયોનેલ મેસ્સીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેલેબ્સમાં બેયોન્સ અને એરિયાના ગ્રેંડ આ એલીટ ક્લબમાં સામેલ છે.

fifa

ખેલાડીઓની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર વિરાટથી આગળ ફક્ત ત્રણ ખેલાડીઓ છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોવર્સ સૌથી વધુ છે. રોનાલ્ડોના 290 મિલિયનથી વધુ ફોલોવર્સ છે, જ્યારે મેસ્સીનો નંબર તેની પછી આવે છે, મેસ્સીને 200 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે ત્રીજા સ્થાને બ્રાઝિલનો નેમાર છે. નેમારના ફોલોવર્સની સંખ્યા 151 મિલિયન છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!