દીપિકાને પછાડી આ મામલે કોહલી બન્યો King, શાહરૂખ-સલમાનના તો ચણા-મમરા પણ ન આવ્યાં

ફોનથી લઇને ટેલીવીઝન સુધી સેલેબ્રિટીઝને તમે કોઇને કોઇ બ્રાન્ડને પ્રમોટ કરતાં તો જોયા જ હશે. તેવામાં તે તો સ્પષ્ટ જ છે કે બોલીવુડ સ્ટાર્સ હંમેશા મેકર્સની બ્રાન્ડને પ્રમોટ કરવાની પહેલી પસંદ હોય છે. આ વચ્ચે વર્ષ 2018નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આ તમામ સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ તમામ સ્ટાર્સને હંફાવ્યાં છે.

આ ખુલાસો ‘ડફ એન્ડ ફેલ્પ્સ’ની ‘ધ બોલ્ડ એન્ડ ધ બ્રિલિએન્ટ’ નાનના સેલેબ્રિટી બ્રેન્ડ વેલ્યૂએશન રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર 2018માં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 1200 કરોડ છે. તે પછી નામ આવે છે બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનું.
આ લિસ્ટમાં 20 બોલીવુડ સ્ટાર્સનાં નામ સામેલ છે.

આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી નંબર વન પર છે. બીજા નંબર પર દીપિકા પાદુકોણ, ત્રીજા નંબર પર અક્ષય કુમાર, ચોથા નંબર પર રણવીર સિંહ, પાંચમા નંબર પર શાહરૂખ ખાન, છઠ્ઠા નંબર પર સલમાન ખાનનું નામ છે. તેવામાં અમિતાભ બચ્ચન સાતમા, આલિયા ભટ્ટ આઠમા, વરુણ ધવન નવમાં અને ઋતિક રોશન દસમાં નંબરે છે.

કોહલીની બ્રાન્ડ વેલ્યૂ ગત વર્ષ કરતાં 18 ગણી વધી છે. 2018માં કોહલીએ આશરે 24 અલગ અલગ બ્રાન્ડને પ્રમોટ કરી હતી. સાથે જ તેણે પત્ની અનુષ્કા સાથે કુલ 40 બ્રાન્ડને પ્રમોટ કરી હતી. જ્યારે દીપિકાએ વર્ષ 2018માં આશરે 21 બ્રાન્ડને પ્રમોટ કરી હતી.

ટોચના 20 સેલેબ્રિટીઝની બ્રાન્ડ વેલ્યૂ આશરે 62 હજાર કરોડ રહી છે. ટૉપ-10 સેલેબ્રીટીઝનો હિસ્કો 75 ટકા રહ્યો. આ સાથે જ સચિન તેંડુલકર, એમએસ ધોની, પીવી સિંધુની કુલ બ્રાન્ડ વેલ્યૂ 1700 કરોડ રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter