GSTV
Cricket Sports Trending Videos

Video: મેચ દરમિયાન કોહલીએ અનુષ્કાને પૂછ્યુ “બાબુને ખાના ખાયા?”, મળ્યો આવો ક્યૂટ રિપ્લાય

કોહલી

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ પોતાનો પ્રેગનેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. તેવામાં વિરાટ કોહલી (Virat Kohli) પણ અનુષ્કાનુ પૂરતુ ધ્યાન રાખી રહ્યો છે. જણાવી દઇએ કે હાલ દુબઇમાં IPL 2020 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. તો અનુષ્કા પણ પતિ વિરાટ સાથે દુબઇમાં છે. તે અવારનવાર મેચ જોવા અને આરસીબીને ચિયર કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. અનુષ્કા અને વિરાટનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને ઇશારામાં વાતો કરી રહ્યાં છે.

View this post on Instagram

Couple Goals ? Follow ❤️ [email protected]__and__masthi ? ❤️ #Followusformore . . . ?️ For more videos of ? ?️ #TollyWood #BollyWood #VideoSongs #Musically #Dance #DanceVideos ?️?❤️ @instatrendsoffl #deepthishannu#combination #love #shekarmaster #naveenkumarreddy1#viral#tiktok#telugulovesongs#telugulovefailurewhatsappstatus#telugulovers #telugulovesongs #telugudubssmash #viratkohli #virushka #anushkasharma #iccworldcup2019 DISCLAIMER ‌This photo, video or Audio is not owned by ourselves ‌The copyright credit goes to respective owners ‌This video is not used for illegal sharing or profit Making ‌This video is purely Fan made ‌If any problem Message us on Instagram and the video will be removed ‌No need to report or send strike ‌Credit/Removal:[email protected]__and__masthi

A post shared by MUSIC & MASTHI (@music__and__masthi) on

વિરાટની આ અદા લોકોને આવી રહી છે પસંદ

હકીકતમાં વિરાટ મેચ દરમિયાન અનુષ્કાને ઇશારો કરીને પૂછી રહ્યો છે કે તેણે કંઇ ખાધુ કે નહીં? તેના જવાબમાં અનુષ્કા કહે છે કે હા ખાઇ લીધું. બંને વીડિયોમાં ખૂબ જ ખુશ નજરે આવી રહ્યાં છે.

વિરાટ જે રીતે અનુષ્કાની કેર કરી રહ્યો છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફેન્સ વિરાટના વખાણ કરી રહ્યાં છે. ઘણા લોકો તેને પરફેક્ટ હસબન્ડ કહી રહ્યાં છે તો કોઇ કહી રહ્યું છે કે મેચ વચ્ચે પણ વિરાટ પત્નીનુ પૂરૂ ધ્યાન રાખી રહ્યો છે.

કોહલી

વિરુષ્કાની તસવીરો અવારનવાર થાય છે વાયરલ

જણાવી દઇએ કે આઇપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. તેવામાં તમામ ખેલાડી અને તેમના પરિવારના સભ્યો તેમની સાથે દુબઇમાં છે. ઘણા ક્રિકેટર્સના પાર્ટનર્સ તેમને મેચ દરમિયાન ચીયર અપ કરતા નજરે આવે છે. તેવામાં બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ દુબઇમાં છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. આ વચ્ચે અનુષ્કાની ઘણી ક્યૂટ તસવીરો સામે આવી હતી.

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજરે આવી અનુષ્કા

અનુષ્કા મોટાભાગે પોતાનુ બેબી બંપ કોન્ફીડેન્સ સાથે ફ્લોન્ટ કરતી નજરે આવે છે. રવિવારે આરસીબી અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં અનુષ્કા આરસીબીને ચીયર કરવા પહોંચી હતી. આ દરમિયાન તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ મેચનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. તેની પહેલા ત યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા સાથે પણ બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી હતી.

Read Also

Related posts

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed
GSTV