GSTV
Home » News » વ્યસ્ત શેડ્યુઅલ બાદ વિરાટે કરી ઓછા વેતનની ફરિયાદ

વ્યસ્ત શેડ્યુઅલ બાદ વિરાટે કરી ઓછા વેતનની ફરિયાદ

ક્રિકેટ શેડ્યુઅલ વ્યસ્ત હોવાને કારણે તૈયારીનો સમય મળતો ન હોવાની ફરિયાદ કરી ચુકેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હવે ખેલાડીઓને કમાણીમાં વધુ હિસ્સો આપવાની માંગ કરી છે. આ અઠવાડિયે વિરાટ કોહલીએ બોર્ડની કમાણીમાં ખેલાડીઓનો ભાગ વધારવાની માંગ કરી છે. ટીમ ઇન્ડિયાના ટોચના પ્લેયરોની વાર્ષિક કમાણી, આ વર્ષે બે ગણા વધારા સાથે 3 લાખ ડોલર એટલે કે 20 કરોડ રૂપિયા કરવામાં આવી હતી.

ટેલિવિઝન પ્રસારણને લઇને બોર્ડે વર્ષ 2018થી 2022 સુધી આઇપીએલનું પ્રસારણ કરવા માટે સ્ટાર ઇન્ડિયા ચેનલ સાથે રૂ.2.5 અબજ ડોલરનો કરાર કર્યો છે. શુક્રવારે દિલ્હી ખાતે બીસીસીઆઇ સાથેની બેઠકમાં ખેલાડીઓ આ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ બોર્ડ અધિકારીએ જણાવ્યું કે ખેલાડીઓ પોતાના વેતનમાં વધારો ઇચ્છે છે અને કેપ્ટન કોહલી સહિત પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને કોચ રવિ શાસ્ત્રી બોર્ડ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે. ત્રણેય બીસીસીઆઇના એડમિનિસ્ટ્રેટર વિનોદ રાય સાથે મુલાકાત કરીને વેતન અને વ્યસ્ત શેડ્યૂલ અંગે વાતચીત કરશે.

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

2016માં જે કોચે વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડકપ જીતાવ્યો હતો તેની ફરી મુખ્ય કોચ તરીકે વાપસી થઈ

Bansari

‘ફાઇનલમાં ધબડકો વાળે છે ટીમ ઇન્ડિયા’ BCCI ચીફ બનતા જ ગાંગુલીએ કોહલીને લઇને કહી દીધી આ મોટી વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!