વિરાટ કોહલી-અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં મનાવશે પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ પતિ વિરાટ કોહલીની સાથે ઓસ્ટ્રેલિયામાં મનાવશે. અહેવાલ મુજબ, ફિલ્મ જીરોના પ્રમોશનમાં વ્યસ્ત અનુષ્કા શર્માએ થોડા દિવસ વેડિંગ એનિવર્સરીને લઈને રજા લીધી છે. આ દરમ્યાન અનુષ્કા થોડા દિવસ ઓસ્ટ્રેલિયામાં પોતાના પતિ વિરાટ કોહલીની સાથે સમય વિતાવશે. શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ જીરો 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

ડીએનએની રિપોર્ટ મુજબ, અનુષ્કા શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડા દિવસની રજા લીધી છે. તેના એક નજીકના મિત્રએ જણાવ્યું કે અનુષ્કાએ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વર્ષગાંઠ મનાવવાનો પ્લાન 1 મહિના પહેલા બનાવ્યો હતો, તેમણે આ વાતની માહિતી ફિલ્મ જીરોની ટીમને આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 11 ડિસેમ્બરે અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની સાથે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતાં. વિરાટ અને અનુષ્કાની આ પ્રથમ વર્ષગાંઠ છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી એકબીજા માટે હંમેશા સમય નિકાળે છે.

તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પહેલાથી જ ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની સામે 6 ડિસેમ્બરે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ દરમ્યાન અનુષ્કા શર્મા થોડા દિવસ માટે વિરાટની સાથે ઓસ્ટ્રેલિયામાં રહેશે. ત્યારબાદ તેઓ ફિલ્મના પ્રમોશન માટે ભારત પરત ફરશે. અહેવાલ મુજબ, શાહરૂખ ખાને ફિલ્મ જીરોના પ્રમોશન માટે વિશેષ રણનીતિ બનાવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter