વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડ તથા ક્રિકેટ જગતના જાણીતા અને રોમેન્ટિક કપલ છે. આ કપલે બલે પોતાની રીલેશનશીપ બોલીને જાહેર ન કરી હોય પરંતુ તેઓના ફોટા, જાહેર સમારંભોમાં હાજરી તેમના ઇન્સ્ટા સ્ટેટસ જોઈને તેમના પ્રશંસકોને મજા પડી જતી હોયછે વળી વિરાટના અનુષ્કા સાથેના ડીપી જોઈને લોક ખુશ થઈ જતા હોય છે તાજતેરમાં જ ઇન્ડિયન સ્પોર્ટસ ઓનર એવોર્ડસ સમયે આવેલા આ કપલને જોઈને તેમના પ્રશંસકોને તો જાણે ટ્રીટ મળી ગઈ હતી. રેડ ડ્રેસમાં સજજ અનુષ્કા તથા બ્લેક સૂટમાં આવેલા વિરાટને જોઈને સૌ કોઈની નજર થંભી ગઈ હતી અને ફટાફટ લોકોએ ફોટો ક્લિક કર્યા હતા.
વિરાટને પણ તેમાંથી એક ફોટો એટલો પસંદ આવ્યો કે તેણે તે ફોટાને પોતાનો ડીપી બનાવી લીધો હતો.