અનુષ્કા શર્મા અને તેનો પતિ વિરાટ કોહલી આજકાલ લૉકડાઉનના કારણે ઘરમાં કેદ છે. ક્રિકેટ અને બોલીવુડની આ ફેમસ જોડી આઇસોલેશનમાં અલગ-અલગ રીતે સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. વિરાટ અને અનુષ્કા કુકિંગ, સફાઇ અને બોર્ડ ગેમ્સ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. તેવામાં હવે અનુષ્કા શર્માએ વધુ એક મજેદા વીડિયો શેર કર્યો છે.
અનુષ્કાએ પતિ વિરાટ કોહલીના ક્રિકેટના દિવસોને યાદ કરતાં એક વીડિયો બનાવ્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, મને લાગ્યું તે ક્રિકેટના મેદાનને મિસ કરી રહ્યો હશે. સાથે જ લાખો ફેન્સને પણ જે તેને ખૂબ પ્રેમ આપે છે. તે જરૂર એક ખાસ પ્રકારના ફેનને મિસ કરી રહ્યો હશે. તેથી મે તેને આ એક્સપિરિયન્સ આપ્યો.
અનુષ્કાના વીડિયોમાં તમે તેને વિરાટ કોહલીને ચિયર કરતાં જોજોઇ શકો છે. અનુષ્કા બુમો પાડી રહી છે, એ કોહલી ક્યા કર રહા હે, કોહલી, ચૌકા મારના કોહલી. ત્યાં જ વિરાટ કોહલી તેને પરેશાન થઇને જોઇ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ફની છે.
આ રીતે સમય પસાર કરી રહ્યાં છે વિરાટ-અનુષ્કા
જણાવી દઇએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાના મુંબિ સ્થિત ઘરમાં આઇસોલેશનમાં છે. તેવામાં તેની સાથે અનુષ્કા શર્માના માતા-પિતા પણ છે. તાજેતરમાં જ આ પરિવાર સાથે મળીને બોર્ડ ગેમ રમતા નજરે આવ્યો હતો.
આ ગેમમાં વિરાટ જીત્યો હતો. ત્યાં અનુષ્કા શર્માએ રામ નવમીના દિવસે કુકિંગ કરીને હલવા-પુરી બનાવ્યાં હતા. બંને સાથે મળીને કોરોના વાયરસને લઇને જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરી રહ્યાં છે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે બોલીવુડ અને અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તાળા વાગી ગયાં છે. ત્યાં ક્રિકેટ જગતની મેચ અને લીગ પણ રદ તથા સ્થગિત કરવામાં આવી છે.
Read Also
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ