GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

હારથી જરા પણ નિરાશ થઈ ટીમ ઈન્ડિયા, ટેસ્ટ પહેલાં ટહેલવા નીકળી પડ્યા બધા

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલ ત્રણ વનડે સીરીઝમાં 0-3 થી શરમજનક હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ભરપાઇ ટેસ્ટ સીરીઝથી કરવા આતુર છે.

ભારત 21 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ રમશે. ભારતીય ટીમ પેહલી ટેસ્ટ વેલિંગ્ટનમાં રમશે.

ટેસ્ટ સીરીઝ પહેલાં વિરાટ કોહલી પોતાની ટીમ સાથે ફરવા નીકળ્યો છે, વનડેમાં હાર બાદ ટીમના કેટલાક ખેલાડીઓ ભારત પાછા આવી ગયા છે, તો ટેસ્ટ ટીમના ખેલાડીઓ ન્યૂઝીલેન્ડમાં મોજ કરી રહ્યા છે.

ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રમશે. અશ્ચિન લાંબા સમયથી ભારતની વનડે અને ટી-20 ટીમન ગિસ્સો નથી રહ્યો, પરંતુ ટેસ્ટ મેચોમાં તેનો રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે.

ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાઆ અનુભવી વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાની પણ વાપસી થઈ છે. ઋદ્ધિમાન સાહાનું પ્લેઇંગ ઈલેવનમાં પસંદ થયું નક્કી છે.

વનડે સીરીઝમાં જસપ્રીત બુમરાહને પહેલીવાર કોઇ સીરીઝમાં એકપણ વિકેટ નથી મળી. પરંતુ ટેસ્ટ સીરીઝમાં તે વાપસી કરી શકે છે.

ભારતની ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ઓપનર તરીકે સ્થાન મળ્યું છેમ પરંતુ આ ત્રણેય ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ મળશે.

રનો અને સદીઓની હરોળ રચી દેનાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત પડ્યું છે. કોહલી તેની ઓરિજિનલ લયમાં બેટિંગ નથી કરી શકતો. ટેસ્ટ સીરીઝમાં કોહલી પણ એમાં વાપસી માટે આતુર રહેશે.

Related posts

અમદાવાદમા પાન પાલર્ર સામેની કાર્યવાહીથી ભારે રોષ : એસોસિએશનનો સવાલ, શુ પાન મસાલા જ કોરોના ફેલાવે છે?

Nilesh Jethva

કોરોનાના કાળમાં કૌભાંડીઓની બોલબાલા : અમદાવાદ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલા હેન્ડ વોશના સેમ્પલ ફેલ થતા ખળભળાટ

Nilesh Jethva

દેશની ઈકોનોમીને પાટા પર લાવવા મોદીએ સંભાળ્યો મોરચો, ટોચના 50 અધિકારીઓ સાથે કરી બેઠક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!