GSTV
Gujarat Government Advertisement

ન્યૂઝીલેન્ડની ટીમે સિરીઝ હારીને પણ દિલ જીતી લીધા, સૌથી વધારે વાયરલ થયેલી તસવીર બાદ કોહલીએ કર્યા કિવી ટીમના ભરપેટ વખાણ

Last Updated on February 3, 2020 by Mayur

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી છેલ્લી T20I ભારત માટે મરજીયાત મેચ સમાન હતી. અગાઉ જ સિરીઝને પોતાના નામે કરી ચૂકેલી ભારતીય ટીમ પોતાના સ્ટાર ખેલાડીઓ વિના જ મેદાનમાં ઉતરી હતી. તો ન્યૂઝીલેન્ડે પણ યુવા ખેલાડીઓને તક આપી હતી. કેન વિલિયમસન ખંભા પર થયેલી ઈજાના કારણે મેચમાંથી બહાર થયો હતો. આ વચ્ચે કોહલી અને કેન વિલિયમ્સનની ગ્રાઊન્ડમાં મેચ અંગે વાતચીત કરતી એક તસવીર વાયરલ થઈ હતી. આ તસીવીરમાં કોહલી અને વિલિયમસનની સાથે સાથે ઋષભ પંત પણ જોવા મળ્યો હતો. આ તસવીરની સૌથી મોટી ખાસિયત એ હતી કે ત્રણે ખેલાડીઓ વોટર બોયની જર્સી પહેરી ગ્રાઊન્ડ પર બેઠા હતા. જેણે સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ મોહી લીધું હતું.

હવે આ તસવીર પર જનતા પ્રેમ વરસાવી રહી છે. ગઈકાલનો જો રેકોર્ડ કાઢવામાં આવે તો ભારત અને ન્યૂઝીલેન્ડના કેપ્ટનની આ તસવીર સૌથી વધુ વાયરસ થયેલી હોવી જોઈએ. એક યુઝરે લખ્યું હતું કે આ તસવીરને ખેલ ભાવનાનું યોગ્ય ઉદાહરણ છે.

અન્ય એક યુઝર દ્રારા લખવામાં આવ્યું હતું કે, કોઈ અહમ નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ હિંસા નહીં, કોઈ ઝગડો નહીં, કોઈ સ્લેજિંગ નહીં, સૌથી શ્રેષ્ઠ સિરીઝ અને સૌથી કુલ કેુપ્ટન, આગામી પેઢીએ તેમની પાસેથી શીખવાની જરૂર છે. સાચી ખેલ ભાવના….

મેચની પૂર્ણાહૂતિ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ ન્યૂઝીલેન્ડના કેપ્ટનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ટીમનું ભવિષ્ય એક સારા માણસના હાથમાં છે. પાંચમી મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યો હતો પણ તેને ઈજા થતા કપ્તાનીની જવાબદારી કે એલ રાહુલના હાથમાં આવી હતી. બીજી તરફ વિલિયમસનના સ્થાને ટીમ સાઉદ્દી કેપ્ટનશીપ કરી રહ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!