GSTV
Home » News » ICC વન ડે રેન્કિંગ :કોહલી-બુમરાહની બાદશાહત યથાવત, આ ખેલાડીઓને પણ થયો ફાયદો

ICC વન ડે રેન્કિંગ :કોહલી-બુમરાહની બાદશાહત યથાવત, આ ખેલાડીઓને પણ થયો ફાયદો

આઇસીસી વર્લ્ડકપને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ભારતીય કેપ્ટન કોહલીએ આઇસીસી વન ડે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે વન ડે બોલરોમાં જસપ્રીત બુમરાહે પણ ટોચનું સ્થાન ટકાવી રાખ્યું છે. ભારત માટે ગૌરવની બાબત એ છે કે, આઇસીસી રેન્કિંગમાં દુનિયાના બે શ્રેષ્ઠ બેટ્સમેનો તેની પાસે છે. કોહલી પછી બીજું સ્થાન રોહિત શર્માની પાસે છે. 

કોહલીએ તાજેતરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કરતાં ૩૧૦ રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ પાંચ વન ડેની શ્રેણીમાં ૨૦૨ રન નોંધાવ્યા હતા. 

કેદાર જાધવે વન ડેના ઓલરાઉન્ડર્સની યાદીમાં ૧૧ સ્થાનનો જમ્પ લગાવ્યો હતો.  તેને વન ડે ઓલરાઉન્ડર્સમાં કારકિર્દીના શ્રેષ્ઠતમ એવો ૨૪મો ક્રમ આપવામાં આવ્યો છે. 

દરમિયાનમાં શ્રીલંકા સામેની શ્રેણીમાં સાતત્યભર્યો દેખાવ કરનારા સાઉથ આફ્રિકાના ડી કૉકને રેન્કિંગમાં જબરજસ્ત ફાયદો થયો છે. ડી કૉક વન ડે બેટ્સમેનોમાં હાલ ચોથા ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડના રોસ ટેલરને બાંગ્લાદેશ સામેની મેચમાં જબરજસ્ત ફોર્મ દર્શાવવા બદલ વન ડે બેટ્સમેનોમાં ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. 

બોલરોમાં બુમરાહ ૭૭૪ના રેટિંગ સાથે ટોચ પર છે.  ન્યુઝીલેન્ડના બોઉલ્ટને બીજો અને અફઘાનિસ્તાનના રાશિદને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં સારો દેખાવ કરનારા સાઉથ આફ્રિકાના ઈમરાન તાહીરને સાત સ્થાનનો ફાયદો થયો છે અને તે ચોથા ક્રમે આવી ગયો છે. 

Read Also

Related posts

‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari

બોક્સઓફિસ પર છવાયો ‘ડ્રીમ ગર્લ’નો જાદુ, 10 દિવસમાં કરી અધધધ… કમાણી

Dharika Jansari

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!