GSTV
Home » News » બ્લૂ જર્સી નહીં કુર્તા-પાયજામામાં મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા, કોહલી માટે યાદગાર હશે આ ક્ષણ

બ્લૂ જર્સી નહીં કુર્તા-પાયજામામાં મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા, કોહલી માટે યાદગાર હશે આ ક્ષણ

દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામે ફિરોઝ શાહ કોટલામાં સ્ટેન્ડનું અનાવરણ કરશે. ગુરુવારે જ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નવુ નામકરણ કરવામાં આવશે. આ અવસરે સમગ્ર ભારતીય ટીમ પરંપરાગત પરિધાનમાં હાજર રહેશે. આ સ્ટેડિયમને હવે અરુણ જેટલી સ્ટેડિયમના નામે ઓળખવામાં આવશે. જેટલી ડીડીસીએના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રહી ચુક્યાં છે.

આ સમારોહ માટે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓને પરંપરાગત પરિધાનમાં આવવાનું કહેવામાં આવ્યું છે. સમારોહ દિલ્હીના જવાહર લાલ નહેરુ સ્ટેડિયમના વેટલિફ્ટિંગ સભાગારમાં થશે.

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વેસ્ટઇન્ડીઝને બે મેચની સીરીઝમાં માત આપીને વીજયી શરૂઆત કરનાર ભારતીય ટીમ આગામી સીરીઝ પહેલા ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે એકત્રિત થશે. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર એક ઇતિહાસ રચાશે, જેના સાક્ષી ભારતીય ટીમના તમામ ખેલાડી હશે.

હકીકતમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવેલા ખાસ સ્ટેન્ડનું અનાવરણ થશે જેની સાક્ષી સમગ્ર ભારતીય ટીમ બનશે. દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ ગુરુવારે વિરાટ કોહલીના નામે બનેલા સ્ટેન્ડનું અનાવરણ કરશે. ભારતીય ટીમ અહીં સાઉથ આફ્રિકા સામે રમાનાર ટી-20 સીરીઝ માટે એકઠી થશે.

virat kohli forbes

બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ટીમ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એકઠા થશે અને પછી સાઉથ આફ્રિકા સામે રમાનાર ટી-20 મેચ માટે ધર્મશાળા જશે. અધિકારીએ કહ્યું કે ટીમનો બ્રેક પૂરો થઇ રહ્યો છે. અહીથી આગામી દિવસે તેઓ ધર્મશાળા જશે. ટીમના નવા બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડ પણ ટીમ સાથે જોડાશે. તે કોચિંગ સ્ટાફમાં નવો ચહેરો છે. તે સંજય બાંગરનું સ્થાન લેશે.

જણાવી દઇએ કે દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ રજત શર્માએ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાની માગ કરી છે. રજત શર્માએ કહ્યું કે ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમનું નામ ભાજપા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના નામ પર રાખવામાં આવે જે એક દશકથી વધુ સમય સુધી ડીડીસીએના ચેરમેનરહ્યાં છે. જણાવી દઇએ કે અરુણ જેટલીનું તાજેતરમાં જ નિધન થયું છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!