GSTV
Cricket Sports Trending

કોણ છે આ ‘બ્યુટીફુલ બૉય’, જેને મળીને ખુશ છે વિરુષ્કા

ભારતીય ટીમે ટેંટબ્રીજ ટેસ્ટ જીતીને જબરદસ્ત કમબેક કર્યુ છે. ત્યારે જીત બાદ સૌ રિલેક્સ જણાતા હતા.અને કેપ્ટન કોહલીએ વાઈફ અનુષ્કા સાથે રિલેક્સ મોમેંટ ઝડપી લીધી હતી. કેપ્ટન કોહલી સાથે સમગ્ર ટુર દરમિયાન વાઈફ અનુષ્કા સાથે છે. હાલમાં જ કેપ્ટન કોહલીએ કોઈ સ્ટોરની મુલાકાત લીધી હતી. અને ત્યાં તેણે એક પેટ ડોગને જોયો હતો. બસ પછી તો તેની સાથે કોહલી અને અનુષ્કા એ ફોટો પણ પડાવ્યો હતો. જે તેણે ટ્વીટર પર મુક્યો હતો. અને જેનું કેપ્શન હતુ ગુડ બોય !

વિરાટ કોહલી હાલ જબરદસ્ત ફોર્મમાં છે. તેણે ઉદાહરણથી કેપ્ટનશીપ કરતો હોય તેમ પ્રથમ ટેસ્ટમાં 149 અને 51 રન તો ત્રીજી ટેસ્ટમાં 97 અને 102 રન ફટકાર્યા હતા. ત્રીજી ટેસ્ટ પછી ફરી તે ઐતિહાસિક 937 પોઈંટ સાથે નંબર 1 બની ગયો છે. તેણે 2011માં ટેસ્ટમાં ડેબ્યુ કર્યા બાદ 68 ટેસ્ટમાં 5993રન 54.49ની એવેરેજથી કર્યા છે.

જેમાં તેણે 23 સેંચુરી ફટકારી છે. જેમાં તેણે પીટર મે, સ્ટિવ સ્મિથ , જાવેદ મિયાદાદ , તેમજ વિરેંદ્ર સેહવાગની બરોબરી કરી છે. તેમજ તેણે વિનિંગ સિટયુએશનમાં 200 રન ફટકારાવાનો કેપ્ટન તરીકે પણ રિકિ પોંટિંગ અને બ્રેડમેનનો રેકોર્ડ તોડયો છે. હાલ ટીમ સાઉથમ્પ્ટન ખાતે ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. જે આગામી 30 ઓગષ્ટનાં રોજ રમાશે.

Related posts

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed
GSTV