ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે રાચે બોલીવુડ એક્ટ્રેસ અને પોતાની પત્ની અનુશ્કા શર્મા સાથે એક વિડિયો શેર કર્યો છે. બંને સાથે જિમ પહોંચ્યા અને ત્યાંથી જ વિરાટે આ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરતા લખ્યું સાથે ટ્રેનિંગ કરવી સારી રહે છે.
ઉલ્લેખનીય છે કે અનુષ્કા બુધવારે જ અમેરિકાથી મુંબઇ પરત ફરી છે. અમેરિકામાં તે પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરોના શુટિંગમાં વ્યસ્ત હતી. તેવામાં વિરાટ મુંબઇમાં પોતાની ગરદનની ઇજાની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છે. આઇપીએલની પૂર્ણાહુતિ બાદથી જ વિરાટ મુંબઇમાં જ છે. વિડિયોમાં વિરાટ કહી રહ્યો છે કે અનુષ્કા તેના કરતા વધારે કાર્ડિયો કરી શકે છે અને તે ઘણી મજબૂત છે.
તેવામાં વિરાટના આ વિડિયો પર લોકો કમેન્ટ્સ કરીને તેમની મજાક ઉડાવી રહ્યાં છે. કોઇએ લખ્યું કે દાઢીમાં ખંજવાળ આવી રહી હોય તે તેને ટ્રીમ કરાવી લે તો કોઇએ લખ્યુ કે વિરાટ અનુષ્કાથી ડરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.