GSTV

IND vs SA: વિરાટ કોહલીની ‘અનોખી’ સદી, ત્રીજી ટેસ્ટમાં હાંસેલ કરી આ મોટી સિદ્ધિ

કોહલી

Last Updated on January 13, 2022 by Bansari

India vs South Africa, 3rd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે, જેમાં ભારતે લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારત પ્રથમ ઇનિંગમાં 223 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 210 રન જ બનાવી શકી હતી. અહીંથી ટીમ ઈન્ડિયા પાસે 14 રનની લીડ બાકી હતી.

ટેમ્બા બાવુમાના કેચને લઇને દિગ્ગજોની લિસ્ટમાં સામેલ

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ 55.2 ઓવરમાં ટેમ્બા બાવુમાનો કેચ લીધો, જે તેની ટેસ્ટ કારકિર્દીનો 100મો કેચ હતો. વિરાટ કોહલી ટેસ્ટ કરિયરમાં 100 કેચ ઝડપનાર છઠ્ઠો ભારતીય બની ગયો છે.

કોહલી

રાહુલ દ્રવિડ સૌથી વધુ ટેસ્ટ કેચ કરનાર ભારતીય

ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનારની યાદીમાં રાહુલ દ્રવિડ 163 કેચ સાથે ટોપ પર છે. તે જ સમયે બીજા નંબર પર રહેલા વીવીએસ લક્ષ્મણે પોતાની કારકિર્દીમાં 135 શિકાર બનાવ્યા હતા. 115 કેચ ઝડપનાર સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે જ્યારે સુનીલ ગાવસ્કર 108 કેચ સાથે ચોથા અને મોહમ્મદ અઝહરુદ્દીન 105 કેચ સાથે પાંચમા સ્થાને છે.

કોહલી

ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ કેચ કરનાર ભારતીય

  • 163 કેચ – રાહુલ દ્રવિડ
  • 135 કેચ – વીવીએસ લક્ષ્મણ
  • 115 કેચ – સચિન તેંડુલકર
  • 108 કેચ – સુનીલ ગાવસ્કર
  • 105 કેચ – મોહમ્મદ અઝહરુદ્દીન
  • 100 કેચ – વિરાટ કોહલી

વિરાટ કોહલી પાસે ગોલ્ડન ચાન્સ

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 113 રને જીતી લીધી હતી, ત્યારબાદ યજમાન ટીમે બીજી ટેસ્ટ 7 વિકેટે જીતીને સીરીઝ બરોબરી કરી હતી. હવે વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની તક છે.

GSTV

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!