GSTV
Home » News » ‘રન મશીન’ કોહલીની વધુ એક મોટી ઉપલબ્ધિ, જાણશો તો તમે પણ કરશો ‘સલામ’

‘રન મશીન’ કોહલીની વધુ એક મોટી ઉપલબ્ધિ, જાણશો તો તમે પણ કરશો ‘સલામ’

વેસ્ટઇન્ડીઝ પ્રવાસે ભારતીય ટીમે પોતાના કમાલના પ્રદર્શનથી વન ડે સીરીઝ પર કબજો કરી લીધો છે. ભારતીય સમયાનુસાર ગુરુવારે સવારે ટીમ ઇન્ડિયાએ વરસાદ પ્રભાવિત ત્રીજી વન ડેમાં કેરેબિયન ટીમને ડકવર્થ લુઇસ મેથડથી 6 વિકેટે હરાવ્યું અને સીરીઝ પર 2-0થી કબજો કરી લીધો. ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ. અગાઉ ટી-20 સીરીઝમાં પણ ભારતે વેસ્ટઇન્ડીઝને 3-0થી માત આપી હતી.

ભારતની આ જીતમાં 99 બોલમાં અણનમ 114 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર કેપ્ટન વિરાટ કોહલી ‘મેન ઑફ ધ મેચ’ રહ્યાં. સીરીઝમાં સતત બે સદી ફટકારીને તે ‘મેન ઑફ ધ સીરીઝ’નો પણ હકદાર બન્યો. આ સીરીઝમાં વિરાટ કોહલીએ એક પછી એક બે સદી ફટકારીને પોતાની યશકલગીમાં એક વધુ પીછું ઉમેર્યુ. જણાવી દઇએ કે વિરાટે પોતાના વન ડે કરિયરમાં પોતાની 43મી સદી પૂરી કરી.

હકીકતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ 2010થી 2019ના એક દશકમાં 20 હજાર રન પૂરા કર્યા. તે એક દશકમાં 20 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી છે.

વિરાટ 2010ના દશકમાં અત્યાર સુધી 371 મેચ રમી ચુક્યો છે અને તેણે 57.03ની સરેરાશથી 20,018 રન બનાવ્યા છે જેમાં 67 સદી સામેલ છે. આ દશકને પૂરા થવામાં હજુ વર્ષ 2020 પણ બાકી છે. એટલે કે વિરાટ રનનો વરસાદ કરતો રહેશે તો ભવિષ્યમાં વિરાટના રેકોર્ડ સુધી પહોંચવુ કોઇ ખેલાડી માટે એટલું સરળ નહી હોય. અત્યાર સુધી એક દશકમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગના નામે હતો. તેણે 2000ના દશકમાં 18,962 રન ફટકાર્યા હતાં.

ખેલાડીમેચરનસૌથી વધુ સરેરાશ સદીદશક
વિરાટ કોહલી 371 20018 243 57.03 67 2010
રિકી પોન્ટિંગ 363 18962 257 49.63 55 2000
જેક કાલિસ 329 16777 189* 51.94 38 2000
મહેલા જયવર્ધને 393 16304 374 40.86 34 2000
કુમાર સંગાકારા 370 15999287 42.89 31 2000
સચિન તેંડુલકર 301 15962 248* 49.26 42 2000
રાહુલ દ્રવિડ 334 15853 270 47.04 27 2000
હાશિમ અમલા 286 15185 311 48.05 47 2010

Read Also

Related posts

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

સોનમના શરીરમાં ઊભી થઈ છે આ એક મહત્વના તત્વની ઊણપ, તેણે જાતે જ કર્યો ખુલાસો

NIsha Patel

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!