VIDEO-કોહલીની બુલેટ ટ્રેન કરતા પણ ફાસ્ટ રનીંગ- એક, બે ત્રણ અને ચાર….

દુનિયામાં અત્યારે કોઇ ફિટ ક્રિકેટર છે તો તેનું નામ વિરાટ કોહલી છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. વિરાટ કોહલીની બેટીંગ સ્ટાઇલ અને તેની ફિટનેસના કારણે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોને તે આસાનીથી પાછળ છોડતો જઇ રહ્યો છે. અત્યારે તો ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમેચ ચાલી રહ્યું છે, તો પછી રન દોડવા માટે ઉતાવળ કરવાની શું જરૂર છે ? આમ પણ ટેસ્ટમાં રન દોડવા કરતા ધીમે ધીમે ચોગ્ગા ફટકારવા વધારે આરામદાયક અને ફુર્સદનું કામ રહે છે.


કોહલી 82 રનના સ્કોર પર આઉટ થયો. પણ 71 રનના સ્કોર પર હતો ત્યારે મેદાનમાં જોરદાર અને જોયા જેવી થઇ ગઇ. પૈંટ કમિસની બોલિંગ હતી. જે બોલને તેણે મિડવિકેટની સામે ડ્રાઇવ કર્યો. અને કોહલીએ રન દોડવામાં પોતાની રફ્તાર બતાવી.


કોહલી પહેલો રન લેવા માટે ભાગ્યો, બીજો રન લેવા માટે ભાગ્યો, ત્રીજો રન લેવા માટે ભાગ્યો અને પછી ચોથા માટે ભાગવાનો હતો, પણ બીજી તરફ ચેતેશ્વર પૂજારા હાંફી ગયો હતો. પૂજારાએ કોહલીને ચોથો રન લેતા રોક્યો. કોહલી ચોથો રન પૂરો કરી નાખેત પણ કદાચ પૂજારા રન ન કરી શકેત.


આ વીડિયોથી એ વાત તો સાફ થઇ ગઇ છે કે કોહલી પોતાની ફિટનેસને લઇને જોર પકડી રહ્યો છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટરો સારું રમતા હોવા છતા ફિટનેસની વાત આવે ત્યારે ફેલ થઇ જાય છે, પરંતુ વિરાટ કોહલી ફેલ નથી થતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter