GSTV
Home » News » કોહલીએ ઓસ્ટ્રેલિયામાં જે રેકોર્ડ બનાવ્યો તે રેકોર્ડ બનાવવાની વિશ્વના દરેક ક્રિકેટરની ઇચ્છા હોય છે

કોહલીએ ઓસ્ટ્રેલિયામાં જે રેકોર્ડ બનાવ્યો તે રેકોર્ડ બનાવવાની વિશ્વના દરેક ક્રિકેટરની ઇચ્છા હોય છે

ટેસ્ટ ક્રિકેટમાં હાલ નંબર 1ની પોઝીશન ભોગવી રહેલા ક્રિકેટર વિરાટ કોહલીએ ફરીથી એક નવો કારનામો કરી બતાવ્યો છે. પોતાના પ્રદર્શનના કારણે હંમેશા હેડલાઇનમાં રહેતા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને દરેક ક્રિકેટર કરવા માગતો હોય.

એડિલિડ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના નંબર 1 બેટ્સમેન વિરાટ કોહલીએ 34 રનની ઇનિંગ રમી. જોકે આ ઇનિંગ એટલી શાનદાર નહોતી, પણ એક બાદ એક રન જોડ્યા બાદ જ રનનો પહાડ ખડો થાય છે તેમ વિરાટ કોહલીના આ રેકોર્ડ સાથે પણ બન્યું. વિરાટ કોહલીએ 34 રન જોડવાની સાથે ઓસ્ટ્રેલિયામાં એક હજાર પૂર્ણ કરનારો દુનિયાનો 28મો વિદેશી કેપ્ટન બની ચૂક્યો છે.

આ રેકોર્ડ વિરાટ કોહલી માટે મોટો હોવાનું કારણ એ છે કે, 59.05ની એવરેજ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિરાટે 1000 રન પૂર્ણ કર્યા છે. આ એવરેજ સાથે દુનિયાના કોઇ પણ ક્રિકેટરે 50 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં આ કારનામો કરી નથી બતાવ્યો. જોકે ઓવરઓલ રેકોર્ડની જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ધરતી પર સારી એવરેજ સાથે એક હજાર રન પૂર્ણ કરનાર કોહલી દુનિયાનો ચોથો બેટ્સમેન છે.

એડિલિડ ટેસ્ટમાં વિરાટે માત્ર 5 રન પૂર્ણ કર્યા અને એ સાથે જ તેણે 1000 રન પણ કમ્પલિટ કરી લીધા. 18 ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 1000 રન પૂર્ણ કર્યા બાદ કોહલીએ પોતાના પૂરોગામી વીવીએસ લક્ષ્મણ અને સચિન તેડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે જાણીએ કે કયા ભારતીય ક્રિકેટરોને ઇનિંગ્સ મુજબ પાછળ રાખી વિરાટે નવો કિર્તીમાન રચ્યો છે.

ક્રિકેટર
રન ઇનિંગ્સ
સચિન તેડુલકરે180922
વીવીએસ લક્ષ્મણે123619
રાહુલ દ્રવિડ114325
વીરેન્દ્ર સહેવાગ103122
વિરાટ કોહલી102918

READ ALSO 

Related posts

આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

Kaushik Bavishi

ચીનને બનાવ્યો ખાસ UFO, PHOTOS જોઈને સમગ્ર દુનિયા પડી અચંબામાં!

pratik shah

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!