GSTV
Gujarat Government Advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર પ્રથમ વાર આવ્યું વિરાટ કોહલીનું નિવેદન, અમે અમારી તાકાત પર ધ્યાન આપીએ છીએ, પિચ પર નહીં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 4 ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલથી રમાશે. અમદાવાદમાં સ્પિનર્સને મદદરૂપ પિચ પર ત્રીજી મેચ માત્ર 2 દિવસમાં પૂર્ણ થઈ હતી. જે પછી ઘણા પૂર્વ ક્રિકેટર્સે સ્પિનર્સને મદદરૂપ પિચની ટીકા કરી હતી. આ મુદ્દે હવે વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યુ કે,‘અમે પણ ગત વર્ષે ન્યૂઝીલેન્ડમાં 3 દિવસની અંદર મેચ હારી ગયા હતા. તે સમયે તો કોઈ પિચ અંગે નહોતું બોલ્યું. અમે અમારી તાકાત પર ધ્યાન આપીએ છીએ, પિચ પર નહીં.

Gujarat Government Advertisement

કોહલીએ કહ્યું પ્રામાણિકતાથી વાત કરવી જોઈએ

આ મુદ્દે આપણે પ્રામાણિકતાથી વાત કરવી જોઈએ.’ બંને દેશ વચ્ચે 50 વર્ષ બાદ કોઈ મેચ 2 દિવસમાં પૂર્ણ થઈ હશે. વિરાટ કોહલીએ કહ્યું કે,‘મને લાગે છે કે સ્પિન ટ્રેક અંગે ઘણી વાતો કરવામા આવી રહી છે. આપણા દેશના મીડિયાએ દેખાડવું જોઈએ કે ભારતમાં સ્પિન ટ્રેક હોય છે. મને એ નથી સમજાતું કે બેટિંગ-બોલિંગને છોડી પિચ અંગે શા માટે ચર્ચાઓ કરવામા આવી રહી છે. બંને ટીમોના બેટ્સમેન ત્રીજી ટેસ્ટમાં ખાસ પ્રદર્શન ના કરી શક્યા. પિચ કરતા રમત પર ધ્યાન આપવું જોઈએ.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!