GSTV
Gujarat Government Advertisement

IND vs NZ: કેપ્ટન વિરાટે આપ્યા સંકેત, ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડીને નહી કરે રીપ્સેલ

Last Updated on January 27, 2020 by Ankita Trada

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડમાં T-20ના પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. સીરિઝની શરૂઆતના 2 મેચ જીતીને પાંચ T-20 મેચની સીરિઝને 2-0થી વધારો મેળવી લીધો છે. હવે બુધવારે ટીમ ઈન્ડિયા હેમિલ્ટનમાં સીરિઝ પોતાના નામ પર કરવાના લક્ષ્ય સાથે મેદાન પર ઉતરશે. ત્યારબાદ ફેન્સના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, શું હેમિલ્ટનના વિકેટને જોઈને કોહલી ટીમમાં ફેરફાર કરશે કે, ફરીથી વિજયી ટીમને જ અકબંધ રાખશે. બીજી T-20 મેચ જીતવાની સાથે જ કોહલીની ત્રીજી T-20 મેચ માટે ટીમના સંયોજન વિશે સંકેતો આપ્યા હતા. સાથે જ તે પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે, ચેન્નાઈ સુપર કિંગ્સના શાર્દુલ ઠાકુર પણ મેદાનામાં ઉતરશે.

કોહલીએ કહ્યું હતું કે, ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને વર્તમાની ટીમ 2 મેચ જીતી પણ ચુકી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ આ વાતને સારી રીતે જાણે છે કે, યજમાના ન્યૂઝીલેન્ડી ટીમ જોરદાર મજબૂતી સાથે મેદાન પર પરત ફરી શકે છે અને ટીમ ઈન્ડિયાના આ કડી ટક્કર માટે પણ તૈયાર છે. જો કે, હેમિલ્ટનના મેદાનની લંબાઈ-પહોળાઈ ઓકલેન્ડ મેચ કરતા ઘણી સારી હશે.

વર્તમાન ટીમ સંપૂર્ણ

વિરાટ કોહલીએ કહ્યું કે, જ્યારે તમારી પાસે આટલી પરફેક્ટ પ્રદર્શનવાળી ટીમ હોય, ત્યારે તે મદદ પણ કરી શકે છે. કોહલીએ સંકેત આપ્યા હતા કે, ત્રીજી T-20 મેચમાં તેની વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કરશે નહીં. શાર્દુલ ઠાકુર સિવાય બધાજ બોલરો સારુ પ્રદર્શન કરી રહ્યા છે. બાકીના બોલરો તેમની લેન્થને સુંદર રીતે ગોઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા કોહલી પાસે જીતના બે મોટા હથીયાર છે.

ટીમની તાકાત બની રહ્યા છે બોલર

કોહલીએ બીજી T-20માં મળેલી જીત બાદ બોલરોના વખાણ કરતા કહ્યું કે, જે લાઈન અને લેન્થ પર અમે બોલીંગ કરી છે, તેણે મેચમાં કંટ્રોલ બનાવી રાખ્યો હતો. અમે મેચમાં વિકેટમાં એક તરફ બોલીંગ કરી અને જે રણનીતિ બનાવી હતી તેની ઉપર જ બોલીંગ કરી હતી, જે ટીમના રૂપમાં ખૂબ જ શાનદાર રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોહલી પોતાની ટીમ તરફથી ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલા લાગી રહ્યા છે, પરંતુ નવદીપ સૈની તકની રાહ જોઈ રહ્યા છે અને એ પણ જોવુ રોમાંચક હશે કે, શાર્દુલ ઠાકુરની જગ્યાએ તેમને તક મળે છે કે નહી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ જાય તેવી શક્યતા, આખા દિવસ વરસાદની આગાહી

Damini Patel

12th Result 2021: રિઝલ્ટ તૈયાર કરવા માટે CBSEએ શાળાઓને આપી મોટી રાહત, લોન્ચ કર્યુ આ પોર્ટલ

Pravin Makwana

વેક્સિન/ ડિસેમ્બર સુધી રસીનાં 257 કરોડ ડોઝ હશે, તમામ લોકોનું કરાશે રસીકરણ : નડ્ડા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!